રાજકોટ મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં.16માં મારુતિનગર 80 ફૂટ રોડ પર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં ટી.પી. શાખાએ 2000 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગની જગ્યા દૂર કરી હતી તેમજ પતરાંઓ દૂર કર્યા હતા. જોકે આ માર્ગ પર દબાણ કરતા સફાઈ અને મરામત પર વધારે ધ્યાન અપાયું હતું અને વિવિધ બ્રાન્ચના ધાડા ઉતારી દેવાયા હતા.
બાંધકામ, વોટરવર્કસ અને ડ્રેનેજ શાખાએ 23 સ્ટોર્મ વોટર મેનહોલ સફાઈ, 22 ડ્રેનેજ મેનહોલની સફાઈ, 48 પાણીની વાલ્વ ચેમ્બરની સફાઈ, 12 મેનહોલને રોડથી લેવલ કરવાની કામગીરી, 80 ચોરસ મીટર ફૂટપાથ રિપેરિંગ તથા ડ્રેનેજની મેઈન લાઈન જેટિંગ મશીનથી સાફ કરી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ 22 આસામીને 18250 રૂપિયાનો દંડ ગંદકી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે કર્યો હતો.
રોડ પરના વોંકળામાંથી 10 ટન કચરો જ્યારે આસપાસમાં નિકાલ કરાયેલા બાંધકામ વેસ્ટના 5 ટન જથ્થાનો નિકાલ કર્યો હતો. રોશની શાખાએ ગોવિદનગર સહિતના વિસ્તારમાંથી 3 બંધ સ્ટ્રીટલાઈટ રિપેર કરી હતી તેમજ એક સ્થળેથી ઈલેક્ટ્રિક વાયર કાપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.