તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારે સવારે 10:30 કલાકે જૂની કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નં.1ના ઉમેદવારના ફોર્મની ચકાસણી શરૂ થઇ હતી. રિટર્નિંગ અધિકારી સમક્ષ ભાજપ તરફથી ઉદય કાનગડ, કમલેશ મિરાણી અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતનાઓએ દલીલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરત શિયાળના ફોર્મ સાથે જે મેન્ડેટ આપ્યું તેમાં તેનું નામ તેમજ અન્ય વિગતો લખી ન હોવાથી તેનું ફોર્મ રદ થયું છે. બીજી તરફ સિટી સરવે કચેરીમાં વોર્ડ નં.4ના કોંગ્રેસના ઉમેદવાર પોતાની સાથે એક નવું સોગંદનામું લઇને આવ્યા હતા તેમાં લખ્યું હતું કે, અગાઉ મેં જે સોગંદનામું આપ્યું તેમાં બાળકોની જે વિગત દર્શાવી તે મારાથી ભૂલ થઇ છે.
મારી અગાઉની પત્નીનું એક બાળક હતું તેની સાથે મેં છૂટાછેડા લીધા હતા અને બાળક તેની સાથે છે અને બીજી પત્નીના બે બાળકો મળી કુલ ત્રણ સંતાન છે તેથી મારું ફોર્મ રદ કરવામાં આવે. આમ ભાજપ કંઇ વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે અહીં કોંગ્રેસે મેન્ડેટમાં ડમી ઉમેદવારનું નામ લખ્યું હોવાથી હવે ડમી ઉમેદવાર મુખ્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. સાંજે 5:30 કલાકે વોર્ડ નં.14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું.
જાનીએ પોતાના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ડાંગર કહ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચે અમારા બેથી ત્રણ ઉમેદવારને ધમકાવ્યા હતા અંતે જાનીએ ફોર્મ પાછું ખેંચી લીધું. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવીએ કહ્યું કે, તદૃન ખોટી વાત છે. અમારે ઉમેદવારો સાથે શું લાગે વળગે? એ લોકો પાસે પુરાવો હોય તો આપે.
ભાજપે રવિવારે મનપાની કચેરી ખોલાવી જન્મના દાખલા મેળવ્યા
વોર્ડ નં.4ના કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ સવસેટાને ત્રણ બાળકો હોવાની ભાજપને માહિતી મળતા આ મુદ્દો સાબિત કરવા માટે ભાજપના એક આગેવાને રવિવારે મનપાનો જન્મ-મરણ વિભાગ ખોલાવી સવસેટાના ત્રણેય બાળકોના જન્મના દાખલાની નકલ મેળવી હતી. જોકે ચૂંટણીપંચ સમક્ષ સવસેટાએ નવું સોગંદનામું રજૂ કરી ફોર્મ પરત ખેંચ્યું હતું.
મેન્ડેટમાં બે વ્યક્તિ સહી ન કરી શકે તેવું ક્યા લખ્યું છે: કોંગ્રેસ
રિટર્નિંગ ઓફિસર સમક્ષ કમલેશ મિરાણીએ દલીલ કરી હતી કે, મેન્ડેટમાં બે વ્યક્તિ અધિકૃત કરી ન શકાય ત્યારે કોંગ્રેસના મહેશ રાજપૂતે કહ્યું, બે વ્યક્તિ સહી ન કરી શકે તેવું ક્યા લખ્યું છે. જેની દલીલમાં મિરાણીએ કહ્યું કે, મતદાનમાં 4 મત આપવાનો નિયમ છે પણ તેમાં એવું ક્યાય લખ્યું નથી કે 8 મત ન આપી શકાય. તેથી આ અંગે યોગ્ય નિર્ણય થવો જોઇએ.
ફોર્મમાં ક્ષતિની માહિતી ભાજપને કોણે આપી? CCTV ફૂટેજ માગ્યા
ક્ષતિયુક્ત નામાંકન પત્રો રોજકામ કરી સીલ કરાયા છે. આ રોજકામની ખરી નકલ તથા સીસીટીવી કેમેરા ફૂટેજની સીડી આપવા અને જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસ મહામંત્રી મોહનભાઈ સોજીત્રાએ ચૂંટણી અધિકારી ડી.બી.આર્યનને પત્ર લખી રજૂઆત કરી છે. આ સહિતની માહિતી તેમણે ચૂંટણીપંચ પાસે માગી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.