મેઘાના મંડાણ:વીરપુરમાં ધીમીધારે વરસાદ શરુ,વાતાવરણમાં ઠંડક પ્રસરી, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધીમીધીરે વરસાદ વરસ્યો - Divya Bhaskar
ધીમીધીરે વરસાદ વરસ્યો
  • ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા, કપાસ,મગફળી,સોયાબીન વગેરે પાકોમાં નુકસાન થવાની ભીતિ

યાત્રાધામ વીરપુરમાં આજે સવારથી જ ક્યારેક કાળા ડિબાંગ વાદળો તો ક્યારેક આકરો તડકો જોવા મળી રહ્યો હતો. શહેરમાં સાંજના સુમારે ધીમીધીરે પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ હતી.બીજી તરફ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વરસાદ વરસતા કપાસ,મગફળી,સોયાબીન વગેરે પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સાંજના સુમારે ધીમીધીરે વરસાદ વરસ્યો
સાંજના સુમારે ધીમીધીરે વરસાદ વરસ્યો

લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ
વીરપુર પંથકમાં ભારે વરસાદના કારણે મગફળી,કપાસ,સોયાબીન, એરંડા અને કપાસ સહિતના પાક ખેતરોમાં પાણી ભરાતા નાશ પામતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જગતનો તાત લાચાર થયો છે અને પહેલા વરસાદ ખેંચાતા અને પછી અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતાં સરકાર પાકવીમો સહિત કૃષિ પેકેજની જાહેરાત કરી ખેડૂતોને દેવાના ડુંગરમાં દબાતા બચાવી લે તેવી વીરપુરના ખેડૂતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પાસે માંગ કરી છે.

સોયાબીન સહિતના પાકમાં ભારે નુકસાન થયું
સોયાબીન સહિતના પાકમાં ભારે નુકસાન થયું

તંત્ર પાસે ખેડૂતો સહાયની આશા વ્યક્ત કરી
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભારે વરસાદને લઈને ચોમાસું પાક તો સદંતર નિષ્ફળ ગયો છે પરંતુ જો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને નિષ્ફળ પાકોનું વળતર ચુકવવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકે માટે આ અતિવૃષ્ટિ જેવી કપરી સ્થિતિમાં તંત્ર પાસે ખેડૂતો સહાયની આશા વ્યક્ત કરી રહ્યા છે.

(દિપક મોરબીયા, વીરપુર)