સમીક્ષા બેઠક:કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ મ્યુનિ.કમિશનરની સ્કૂલ સંચાલકો સાથે બેઠક, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય તે માટે બે રિશેષ રાખવા સુચના

રાજકોટએક મહિનો પહેલા
મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સ્કૂલ સંચાલકો સાથે બેઠક યોજાઇ.
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિદ્યાર્થીઓને સ્કૂલે લાવતી બસોના ફેરા પણ વધારવા સુચના આપી

કોરોનાના મહામારી અંગે શાળાઓમાં જરૂરી તકેદારી અને કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન થાય અને બાળકો સુરક્ષિત રહે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કમિશનરે સ્કૂલ સંચાલકોને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ભીડ એકઠી ન થાય તે માટે બે રિશેષ રાખવા સુચના આપી હતી.

કમિશનરે સાવચેતી માટેના સ્કૂલ સંચાલકોને સુચનો આપ્યા
આ બેઠકમાં અમિત અરોરાએ એમ કહ્યું હતું કે, હાલ કોરોનાના કેસ પૂન: નોધાવાનું શરૂ થયું છે. આવા સંજોગોમાં દરેક શાળામાં કોરોના અંગેના સાવચેતી માટેના તમામ પગલાંઓ લેવાય તે અનિવાર્ય છે. આ માટે શાળાઓમાં કોવિડ કેર કમિટી કોવિડ કેર કમિટી કોવિડ પ્રોટોકોલનું પાલન થાય એ સુનિશ્ચિત કરાવવું જ રહ્યું. સરકારે આપેલી તમામ સૂચનાઓનું પાલન થાય તેની કાળજી લઈ સમયાંતરે તેની સમીક્ષા કરવી આવશ્યક છે. શાળાઓમાં છાત્રોની ભીડ ન થાય તે માટે બે રિશેષ રાખવા અને છાત્રોને સ્કૂલે લાવતી બસોના ફેરા પણ વધારી દેવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાશે. કોઇ પણ શાળામાં છાત્રોની ભીડ ન થાય તેની તકેદારી રાખવી જ પડશે અને આ માટે જરૂરી સુપરવિઝન કરતા રહેવું પડશે.

કોવિડ કેર કમિટી અઠવાડિયામાં બે વખત રિપોર્ટ આપશે
સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાએ જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળમાં 400 શાળાઓ છે અને 40 લોકોની કારોબારી છે. આ કારોબારી કમિટીની એક બેઠક ગત શનિવારે યોજાઈ હતી. શાળાઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, ડોક્ટર, છાત્ર પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે. આ કમિટી સપ્તાહમાં બે વખત તેનો રિપોર્ટ આપશે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને તેની આરોગ્ય શાખા સાથે યોગ્ય સંકલન જાળવવામાં આવી રહ્યું છે.

બેઠકમાં આરોગ્ય અધિકારીઓ પણ જોડાયા હતા.
બેઠકમાં આરોગ્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

વેક્સિન બાકી હોય તે સ્કૂલના સ્ટાફને વેક્સિન તુરંત લેવા અનુરોધ
આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આશિષ કુમારે પ્રાથમિક શાળાઓ માટે પણ કમિટી બને તેની ઉપર ભાર મુક્યો હતો અને આ કમિટી યોગ્ય સંકલન અને મોનિટરિંગ કરે તેવી વ્યવસ્થા કરવાની જરૂરિયાત દર્શાવી હતી. વધુમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે શાળાઓ અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે માહિતીના અસરકારક આદાનપ્રદાન પર ભાર મૂકી શાળા સંચાલકો તરફથી મળી રહેલા સાથ સહકારની પ્રસંશા કરી હતી. સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે, કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કોવિડ બિહેવિયર યોગ્ય રહે તે આવશ્યક છે. જે શિક્ષકો કે વહીવટી સ્ટાફે વેક્સિન લેવાની બાકી હોય તેઓએ તુરંત જ વેક્સિન લઈ લેવા અનુરોધ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...