તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વેજાગામમાં ખાણ ખનીજ વિભાગે ડ્રોનની મદદથી પકડી ખનીજચોરી, ફ્લાઈંગ સ્ક્વોડ પહોંચે તે પહેલા જ વાહન છોડી ચાલકો ફરાર

રાજકોટ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
વેજા ગામમાંં જ્યાં રેતીચોરી થતી હતી ત્યાં ડ્રોનથી લેવાયેલી તસવીર. - Divya Bhaskar
વેજા ગામમાંં જ્યાં રેતીચોરી થતી હતી ત્યાં ડ્રોનથી લેવાયેલી તસવીર.
 • ચૂંટણીના દિવસોમાં નિષ્ફિકર બનેલા ખનીજ માફિયા પર રેડ

રાજકોટ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે ડ્રોનની મદદથી શહેરની નજીક આવેલા વેજાગામમાંથી ખનીજચોરી પકડી પાડી છે અને વાહન નંબરના આધારે માલિકોની શોધખોળ આદરી છે. ચૂંટણી સમયે કોઇ કાર્યવાહી નહિ થાય તેવી માન્યતા સાથે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને દિન દહાડે ખનીજચોરી ચાલી રહી છે. જોકે તેમની આ ગણતરી ખોટી પડી છે.

રાજકોટના ભૂસ્તરશાસ્ત્રી અને ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક જગદીશસિંહ વાઢેર અને તેમની ટીમે ખનીજચોરી પકડવા માટે સંભવિત વિસ્તારમાં ખાનગી વાહન લઈને ડ્રોન ઉડાડ્યુ હતું. ડ્રોન સર્વેલન્સની મદદથી વેજાગામ પાસેના અંતરિયાળ વિસ્તારમાં અમુક વાહનો ખનીજચોરી પકડતા હોવાનું દેખાયુ હતું. જેથી તુરંત જ સમગ્ર સ્ટાફ તે સ્થળે જવા રવાના થયો હતો. દૂરથી જ વિભાગના વાહનો જોઈ જતા ખનીજચોરો વાહનો મૂકીને ભાગી ગયા હતા. સ્થળ પરથી જીજે 25બી 2478 નંબરનું લોડર અને જીજે 03 સીસી 3977 નંબરનું ટ્રેક્ટર મળી આવ્યું હતું.

ખાણ ખનીજ વિભાગે વાહનો જપ્ત કર્યા છે. ભૂસ્તશાસ્ત્રી વાઢેરના જણાવ્યા અનુસાર અહીં સાદી રેતીનું અનધિકૃત ખોદકામ ચાલી રહ્યું હતું વાહનો ઉપરાંત ખાડાની માપણી કરીને કેટલી ખનીજચોરી થઈ છે તેનો અંદાજ લગાવી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો