USમાં મહિલાઓ લોકડાયરામાં ઝૂમી:‘લીલી લીંબડી રે...લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતા જ કીર્તિદાન ગઢવી પર USમાં ગુજરાતી મહિલાઓએ ડોલરની થપ્પીઓ ઉડાડી

રાજકોટ18 દિવસ પહેલા
  • નવરાત્રિ પહેલાંથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે, ગઈકાલે એટલાન્ટામાં 8મો લોકડાયરો યોજાયો

ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે...લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી.

લોકગીત અને હિન્દી ફિલ્મોનાં ગીત ગાતાં ગુજરાતીઓ ઝૂમ્યા
અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી અમેરિકામાં લોકડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે.

સ્ટેજ પર મહિલાઓ ઝૂમી ઊઠી હતી.
સ્ટેજ પર મહિલાઓ ઝૂમી ઊઠી હતી.

આ પહેલાં હ્યુસ્ટનમાં ડોલરનો વરસાદ થયો હતો
થોડા દિવસ પહેલાં અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. એમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી છે. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરની ઘોર કરવામાં આવી રહી છે.

અમેરિકન નાગરિકે પણ ડોલરનો વરસાદ કર્યો.
અમેરિકન નાગરિકે પણ ડોલરનો વરસાદ કર્યો.

નવરાત્રિમાં ગુજરાતીઓ મન મૂકીને રાસ-ગરબા રમ્યા હતા
નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા. ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શેર કર્યાં હતાં. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિદાનનો પહેલો કાર્યક્રમ અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી વગેરે જગ્યાએ લોકડાયરો યોજાયો હતો.

ગુજરાતમાં રૂપિયાનો વરસાદ થાય છે એમ અમેરિકામાં ડોલરનો વરસાદ થયો.
ગુજરાતમાં રૂપિયાનો વરસાદ થાય છે એમ અમેરિકામાં ડોલરનો વરસાદ થયો.
મહિલા સ્ટેજ પર આવી કીર્તિદાન પર ડોલરનો વરસાદ કર્યો.
મહિલા સ્ટેજ પર આવી કીર્તિદાન પર ડોલરનો વરસાદ કર્યો.
અન્ય સમાચારો પણ છે...