તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Upleta, Rajkot District, Ten Persons Were Injured In A Clash Between Two Groups Over Compost, And Were Shifted For Treatment.

વિવાદ:રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે ખાતરની બાબતમાં બબાલ,અથડામણમાં દસ વ્યક્તિઓ ઘાયલ,સારવાર અર્થે ખસેડાયા

ઉપલેટા7 દિવસ પહેલા
  • બબાલની ઘટનામાં ફાયરિંગ પણ થયું હોવાનો આક્ષેપ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકમાં આવેલા ચિખલિયા ગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. જ્યાં ખાતરની બાબતે બે જૂથ વચ્ચે મોટી બબાલ થઈ હતી. જેમાં દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યા હતા અને પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી છે.

એક વ્યક્તિને ગંભીર હાલતમાં દાખલ કરાયો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચિખલિયા ગામમાં બે જુથ વચ્ચે ખાતરની બાબતે સામાન્ય બબાલ થઈ હતી. જ્યાં વાતચીત ઉગ્ર બની જતા બન્ને પક્ષો બાખડી પડ્યા હતા, અને સામસામે હુમલો કર્યો હતો. જેમાં દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે 108 મારફત ઉપલેટા ખાતે ખસેડાયા હતા અને ગામડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હતી પરંતુ ડોક્ટરની સારવાર બાદ તેની તબિયત સુધાર પર છે.

ઉપલેટા પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી
ગામમાં ઘટનાની જાણ થતા વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ ઉપલેટા પોલીસેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.આ ઘટનાની જાણ થતાં ખુદ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યા હતા. મામલો ગંભીર ન બને તે માટે ઉપલેટા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો