• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Upleta, Ganapati Dada Gets Information About The Sufferings Of The Devotees Through Post, Daily The Priest Reads 100 To 150 Post To Dada.

ભક્તિ:ઉપલેટામાં ગણપતિ દાદા ટપાલના માધ્યમથી ભાવિકોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે, રોજ પૂજારી 100થી 150 ટપાલ દાદાને વાંચી સંભળાવે છે

ઉપલેટાએક મહિનો પહેલા
રોજ પૂજારી 100થી 150 ટપાલ દાદાને વાંચી સંભળાવે છે
  • ઢાંક ગામના પૌરાણિક ગણેશ મંદિરમાં અનેરી પરંપરા

સમગ્ર ભારતના ગણેશ મંદિરોમાં પણ આનંદ અને ઉત્સવ સાથે ગણેશજીની પૂજા અને અર્ચના કરવામ આવે છે. ત્યારે આજે અમે એક એવા મંદિરની વાત કરવાની છીએ જે સમગ્ર દેશમાં તેમની આગવી ભક્તિના કારણે જાણીતુ છે અને પાંચ હજાર વર્ષ કરતા પણ પૌરાણિક છે. બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યા હોય એવા તો ઘણા મંદિરો છે પરંતુ કહેવાય છે કે આ મંદિર સ્વયંભૂ છે. તો ચાલો મળીએ આજે ગજાનંદના જુદા સ્વરૂપને, રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર ઢાંક ગામ ખાતે પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની છે અનોખી પરંપરા કે, જ્યાં ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે. અહીંના પૂજારી દ્વારા રોજ ગણપતિ બાપાને ટપાલ વાંચીને સંભળાવે છે. અને અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી 100થી 150 જેટલી ટપાલો મોકલે છે.સિદ્ધિવિનાયક ગણેશ મંદિર તેની અનેરી પરંપરા માટે જાણીતું છે. અહીં ભાવિકો ટપાલ મારફતે પોતાના દુઃખ-દર્દ દાદાને લખીને મોકલે છે અને પુજારી રોજ એકાંતમાં ગર્ભગૃહમાં ગણપતિ દાદાને ટપાલો વાંચી સંભળાવે છે.

ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે
ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે

શું છે આ મંદિરનો ઇતિહાસ
ગુજરાતનાં ગામડે... ગામડેથી ભકતજનો અહીં આવે છે. મુંબઇ, પૂના, મહારાષ્ટ્રથી પણ ભાવિકો અહીં માથુ નમાવવા આવે છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમ્યાન ભાવિકોનો ભારે ધસારો રહે છે. ઢાંક ગામમાં ચારેય દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે. દરેકનાં મુખ નગર એટલે કે ગામ તરફ છે. કહે છે કે, જયાં - જયાં ગણપતિ દાદા બિરાજતા હોય ત્યાં આધિ - વ્યાધિ, ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી. ઢાંક ગામમાં પણ કયારેય આફત આવી નથી. એવી પણ લોકવાયકા છે કે, પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતાં અને ગણપતિજી સહિત શિવ પરિવારની પૂજાવિધિ કરી હતી. આશરે બે હજાર વર્ષે પૂર્વે ઢાંકનું નામ પ્રેહપાટણ હતું. એક સાધુ મહારાજે જોઇ કારણોસર શ્રાપ આપી ઢાંકને હતું ન હતું કરી નાખ્યું! ગામ જમીનમાં દટાયું ને માયા એટલે કે ધન - દોલત માટી થઇ ગયા. બાદમાં ભકતજનોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી, અને ગામ વસ્યુ. ત્યારથી આજ સુધી ગણપતિ બાપ્પા ભકતોની અરજ સાંભળતા આવ્યા છે, દુઃખ દૂર કરતા આવ્યા છે.

પૂજારીના જણાવ્યા મુજબ મંદિર દ્વારા ક્યારેય ફંડફાળો, દાન ઉઘરાવામાં આવતા નથી
પૂજારીના જણાવ્યા મુજબ મંદિર દ્વારા ક્યારેય ફંડફાળો, દાન ઉઘરાવામાં આવતા નથી

છેલ્લા 27 વર્ષથી મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. ગણેશ મંદિરે 27 વર્ષથી દરરોજ ટપાલ વાંચવામાં આવે છે. મંદિરના પુજારી કૈલાસવાસી પુ. દયાગીરી બાપુએ શરૂ કરેલી પરંપરા તેમના પુત્ર અને હાલના મંદિરના પુજારીએ જાળવી રાખી છે. તેઓ રોજ ટપાલમાં આવેલ કવરો ખોલી ભાવિકોની પ્રાર્થના, દુઃખ દર્દ, મનોકામના ગણપતિ દાદા સમક્ષ એકાંતવાસમાં વાંચી સંભળાવે છે. છેલ્લાં 27 વર્ષથી ભાવિકોની આવેલી તમામ ટપાલો મંદિરના પોસ્ટરરૂમમાં સાચવીને રાખવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન મંદિરે દર્શન માટે ભાવિકો ઉમટી પડશે. પૂજારીના જણાવ્યા મુજબ મંદિર દ્વારા ક્યારેય ફંડફાળો, દાન ઉઘરાવામાં આવતા નથી.

ગણપતિના વાહન તરીકે સિંહનું આસન
ગણપતિના વાહન તરીકે સિંહનું આસન

ગણપતિના વાહન તરીકે સિંહનું આસન
મંદિરમાં પટાંગણમાં પહોંચતાજ પહેલા ગણેશજીના મોટાભાઈ કાર્તિકેય તેમજ શિવ પરિવાર ના થાય છે દર્શન 5000 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન સિદ્ધિવિનાયક ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલ છે.જેનો મહિમા કંઈક અલગ જ છે. દરેક ગણપતિને વાહન તરીકે ઉંદર હોય છે. પરંતુ અહીં તેમનું સિંહનું આસન છે. જેની પર ગજાનન બિરાજમાન છે તેમજ ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે.

સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન ગણેશ મંદિરોમાં ઢાંકના ગણેશ મંદિરની ગણના થાય છે
સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન ગણેશ મંદિરોમાં ઢાંકના ગણેશ મંદિરની ગણના થાય છે
દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે
દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે

ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે
સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી આવવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે. સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન ગણેશ મંદિરોમાં ઢાંકના ગણેશ મંદિરની ગણના થાય છે. ઢાંક ગામમાં આવેલ સ્વયંભુ પ્રગટ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું પ્રાચીન મંદિરમાં ગણપતિ દાદાને ટપાલ લખી મોકલવાથી દુઃખ-દર્દ દૂર થતા હોવાની અને મનોકામના પૂર્ણ થતી હોવાથી દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.