ભાસ્કર એનાલિસિસ:બે વર્ષમાં ગુજરાતીઓએ રૂ.1.26 લાખ કરોડથી વધુની બેંક બેલેન્સ બનાવી, લાંબા ગાળાના ભવિષ્ય માટે રૂ. 35,778 કરોડની બચત કરી

રાજકોટ13 દિવસ પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાંબા ગાળાની યોજનામાં સૌથી વધુ બચત થઇ
  • પોસ્ટ ઓફિસમાં બચત માટે 2,91,36,545 ખાતાં ખુલ્યાં
  • ગુજરાતીઓ બચત કરવામાં પણ પાવરધા સાબિત થયા

મોજશોખ માટે પાણીની જેમ પૈસા વાપરતા ગુજરાતીઓ બચતને પણ એટલું જ મહત્ત્વ આપે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતીઓએ પોસ્ટ વિભાગમાં અલગ- અલગ યોજનામાં રૂ. 1,26,963 કરોડની રકમ બચાવી છે. જેમાં સૌથી વધુ રકમની બચત લાંબા ગાળાની યોજના જેમકે વરિષ્ઠ નાગરિક અને સાર્વજનિક ભવિષ્ય નિધિમાં કરી છે.

લોકોએ લાંબા ગાળાની બચત કરવાનું વધુ પસંદ કર્યુ
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન વિભાગના નાણાકીય વર્ષ 2020-21 અને 2021-2022 ના વાર્ષિક રિપોર્ટના આધારે એવું તારણ નીકળ્યું છે. આ બન્ને બચત યોજનામાં બે વર્ષમાં રૂ. 35,778 કરોડનું રોકાણ થયું છે. કોરોનાની મહામારીમાં લોકોની આવક બંધ થઈ, મેડિકલ ખર્ચ સૌથી વધુ આવ્યો. આ અનુભવ બાદ ભવિષ્યમાં આકસ્મિક ખર્ચ આવી પડે તો તેને પહોંચી વળવા માટે લાંબા ગાળાની બચત કરવાનું વધુ પસંદ કર્યુ છે.

બે વર્ષમાં કુલ 2,91,36,545 ખાતા ખુલ્યા
બે વર્ષમાં પોસ્ટ વિભાગમાં બચત બેંક, રાષ્ટ્રીય બચત, માસિક બચત, વરિષ્ઠ નાગરિક બચત યોજના, સાર્વજનિક ભવિષ્ય નિધિ, સુકન્યા સમૃદ્ધિ ખાતા, કિસાન વિકાસપત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર સહિત કુલ 2,91,36,545 ખાતા ખુલ્યા છે. જેમાં રૂ. 1,26,963 કરોડની રકમ જમા થઇ છે. રાજકોટ પોસ્ટ વિભાગના જનરલ મેનેજરના જણાવ્યાનુસાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા ખોલાવવા માટે માતા- પિતાની જાગૃતિ વધી છે, તો કોરોનાની મહામારી દરમિયાન બચત બેંક, તેમજ અલગ- અલગ યોજનામાંથી રકમ પણ ઉપડી હતી.

લક્ષ્મીનો અવતાર મનાતી ગુજરાતની દીકરી રૂ.3207 કરોડની માલિક, ગત વર્ષની સરખામણીએ રૂ.1.62 લાખથી વધુ ખાતાં ખુલ્યાં
​​​​​​​અગાઉ દીકરાની જેમ સમોવડી સાબિત થતી દીકરી હવે તો દરેક ક્ષેત્રમાં સવાઈ સાબિત થઈ રહી છે. આ સિવાય ગુજરાતી પરિવારમાં દીકરીને લક્ષ્મીનો અવતાર માનવમાં આવે છે. ગુજરાતમાં બે વર્ષમાં પોસ્ટ વિભાગમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે રૂ. 3207 કરોડની બચત થઈ છે. નાણાકીય વર્ષ 2020-2021 ના રિપોર્ટમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5,33,930 અને 2021-2022 ના રિપોર્ટમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 6,96,809 ખાતા ખુલ્યા હતા. જ્યારે બે વર્ષમાં અનુક્રમે રૂ. 1329.29 કરોડ અને 1878.15 કરોડની રકમ જમા થઇ હતી. આમ, એક વર્ષમાં રૂ. 1,62,879 વધુ ખાતા ખુલ્યા હતા અને રૂ. 549 કરોડની વધુ થાપણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા થઈ હતી.

2020-21ના રિપોર્ટ અનુસાર ખાતા સૌથી વધુ બચત યોજનામાં ખુલ્યા અને રકમ સૌથી વધુ જમા લોક ભવિષ્ય નિધિમાં થઈ

ખાતાનો પ્રકારખાતાની સંખ્યાખાતામાં જમા થયેલી રકમ
બચત બેંક65,37,7816419.95
આર.ડી. ડિપોઝિટ50,79,5273236.27
માસિક આવક યોજના1,18,10,6414597.66
વરિષ્ઠ નાગરિક2,17,5487619.76
ટાઈમ ડિપોઝિટ1,85,7,85115957.76
લોક ભવિષ્ય નિધિ2,05,6668739.06
સુકન્યા સમૃદ્ધિ યોજના5,33,9301329.29
કુલ ખાતાની સંખ્યા1,56,13,36758259.75

​​​​​​​(નોંધ : રકમ કરોડમાં છે, ખાતાની સંખ્યા, રકમ 31-માર્ચ 2020ની સ્થિતિ અનુસાર)

2021-2022ના રિપોર્ટ અનુસાર બચત બેંક અને આરડી ડિપોઝિટ યોજનામાં 48 લાખથી વધુ ખાતા ખુલ્યા પરંતુ સૌથી વધુ બચત સાર્વજનિક ભવિષ્ય નિધિમાં જ વધી

ખાતાનો પ્રકારખાતાની સંખ્યાખાતામાં જમા થયેલી રકમ
બચત બેંક48,32,5147791.86
આર.ડી. ડિપોઝિટ જમા48,19,0254138.53
ટાઈમ ડિપોઝિટ1,77,1,51220224.58
માસિક આવક યોજના9,25,17115251.05
વરિષ્ઠ નાગરિક2,62,20699596.33
સુકન્યા સમૃદ્ધિ યોજના6,96,8091878.15
સાર્વજનિક ભવિષ્ય નિધિ2,16,0789822.46
કુલ સંખ્યા1,35,23,17868702.96

​​​​​​​(નોંધ : રકમ કરોડમાં છે અને ખાતાની સંખ્યા, બચત 31 માર્ચ 2021 ની સ્થિતિ અનુસાર,સ્ત્રોત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા)​​​​​​​

અન્ય સમાચારો પણ છે...