તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બે તબક્કામાં 200 દી’માં 44 શાળા SOE મુજબ થશે કાર્યરત

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૌતિક સુવિધા વધુ હશે તેને આવરી લેવાશે

સરકારી શાળાની ઈમેજ સુધારવા અને ખાનગી શા‌ળાને ટક્કર આપવા માટે સ્કૂલ ઓફ એક્સલન્સ (SOE) પ્રોગ્રામ હેઠળ સરકારી પ્રાથમિક શાળાઓની કાયાપલટ થશે. આ માટે કામગીરી શરૂ પણ થઈ ગઈ છે અને શાળાઓની પસંદગી માટે સરવે પણ શરૂ થઈ જશે. રાજકોટ જિલ્લામાં સરવે બાદ 200 દિવસમાં 44 શાળા SOE હેઠળ કાર્યરત થશે.

ખાનગી શાળાઓની ફી ભરવી કોઈ પણ વર્ગને પરવડે તેમ નથી. તેવી સ્થિતિમાં હવે સરકારી શાળાઓ ખાનગી સ્કૂલને ટક્કર આપે તે માટે SOE હેઠળ પાયાથી ફેરફાર કરવામાં આવશે. 1 હજાર દિવસમાં રાજ્યમાં 6 હજાર શાળાઓને અત્યાધુનિક બનાવવાનું આયોજન છે. આ માટે ગાંધીનગર ખાતે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવા સહિતની બેઠક મળી હતી. જેમાં SOE પ્રોગ્રામ અંગે ચર્ચા થઈ હતી. સરવે થશે અને પસંદગી થનાર શાળામાં અત્યાધુનિક શિક્ષણ શરૂ કરાશે. પ્રથમ અને બીજા તબક્કામાં 100-100 દિવસમાં એમ 200 દિવસમાં 44 શાળા શરૂ કરવા આયોજન છે.

ગ્રીન અને યલો ગ્રેડ મેળવનારને પ્રાથમિકતા
SOE હેઠળ શાળાઓને કાર્યરત કરવા માટે ગ્રીન ગ્રેડ અને યલો ગ્રેડ મેળવનાર શાળામાંથી પસંદગી કરવામાં આવશે. હાલ જે શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું હશે ઓછા ફેરફાર કરવાના થતાં હશે. સાથે જ ભૌતિક સુવિધા હશે અને પૂરતો સ્ટાફ હશે તેવી શાળાઓને પસંદગી માટે પ્રાથમિકતા આપવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...