તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બે મહિનામાં 13 બાઇક ચોરી કરનાર રીઢા વાહનચોર પકડાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોલીસને રીઢા વાહનચોરને પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.બી.જેબલિયા, હેડ કોન્સ.વિક્રમભાઇ, ક્રિપાલસિંહ, દેવાભાઇ સહિતનાઓ કોઠારિયા રોડ, ગોવિંદનગર મેઇન રોડ પર વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા. તે સમયે ગોવિંદનગરમાં જ રહેતો રીઢો વાહનચોર વિપુલ ઉર્ફે સીટી પરસોત્તમ મેર નંબર વગરના બાઇક સાથે ઊભેલો જોવા મળ્યો હતો. પૂછપરછમાં પોપટ બની ગયેલા વિપુલ ઉર્ફે સીટીએ તે બાઇક ચોરાઉ હોવાનું અને તેને થાનગઢનાં સરોડીના દિનેશ ઉર્ફે દિયો પુંજા ડાભી સાથે મળી છેલ્લા બે મહિનામાં કોઠારિયા રોડ, થોરાળા વિસ્તાર અને મવડી વિસ્તારમાંથી કુલ 13 બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

ચોરાઉ બાઇક દિનેશના ગામનું હોવાનું જણાવતા એક ટીમ સરોડી દોડી જઇ 12 બાઇક સાથે દિનેશને પણ પકડી પાડ્યો હતો. પોલીસે કબજે કરેલા 13 બાઇક પૈકી ચાર બાઇકની જ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જે ફરિયાદ થોરાળા અને ભક્તિનગર પોલીસમથકમાં થઇ છે. મોજશોખ પૂરા કરવા વાહનચોરી કરતા વિપુલ અને દિનેશ ઘર તેમજ કારખાના બહાર પાર્ક કરેલા બાઇકના હેન્ડલ લોક તોડી ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તે બાઇક દિનેશ તેના ગામ લઇ જતો અને ત્યાંથી જ ચોરાઉ બાઇક પાણીના ભાવે વેચી દેતા હોવાની કબૂલાત આપી છે. વિપુલ સામે અગાઉ વાહનચોરી અને અપહરણ મળી 11 ગુના, જ્યારે એક વખત પાસા હેઠળ જેલયાત્રા કરી ચૂકેલા દિનેશ ઉર્ફે દિનીયા સામે વાહનચોરીના 10 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...