તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો રેકોર્ડ:બે દિવસમાં 449 પોઝિટિવ કેસ નોંધાયા ,180 દી’ બાદ એક્ટિવ કેસ 1000ને પાર

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની બીજી લહેર આકરી સાબિત થઈ રહી છે, પહેલી લહેર કરતા પણ કેસ વધે તેવી શક્યતા
 • ધુળેટીએ એક જ દિવસમાં સૌથી વધુ 242 કેસ નોંધાયા, 48 કલાકમાં 9 દર્દીનાં મોત, હોસ્પિટલાઈઝેશનની સંખ્યા 715

રાજકોટમાં કોરોનાની બીજી લહેર આકરી સાબિત થઈ રહી છે કોરોનાના પ્રથમ કેસ આવ્યાના એક વર્ષ બાદ સૌથી વધુ પોઝિટિવ આવ્યાનો રેકોર્ડ થયો છે અને એપ્રિલ માસ સુધીમાં પહેલી લહેર કરતા વધુ સ્થિતિ બગડે તેવી સ્થિતિ છે.

ધુળેટીએ રાજકોટ શહેરમાં સૌથી વધુ 198 કેસ આવતા જિલ્લામાં 242 પોઝિટિવ નોંધાયા હતા હજુ સુધી 24 કલાકમાં આટલા કેસ કદી નોંધાયા ન હતા. બીજા દિવસે મંગળવારે શહેરમાં 164 અને ગ્રામ્યમાં 43 સાથે 207 કેસ આવ્યા છે આ સાથે બે જ દિવસમાં 449 નવા પોઝિટિવ આવ્યાનો રેકોર્ડ નોંધાયો છે. જોકે હજુ એક્ટિવ કેસની સંખ્યા 1126 થઈ છે અને સપ્ટેમ્બર માસની જેમ ફરીથી એક્ટિવ કેસ 1000ને પાર થયા છે. જોકે આ આંકડાઓ પણ ઓછા જાહેર કરાયાની શંકા છે કારણ કે, છેલ્લા એક જ સપ્તાહમાં જેટલા કેસ આવ્યા છે તેના કરતા પણ ઓછા એક્ટિવ કેસ બતાવાયા છે.

કોરોનાના કુલ કેસ 26481 થયા છે અને હોસ્પિટલાઈઝેશનની સંખ્યા 715 થઈ છે. આ કારણે સિવિલમાં ચારેય માળ પર ફરીથી દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા મૃતાંક પણ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. બે જ દિવસમાં 9 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે તેમાંથી કેટલા મોત પાછળ કોવિડ જવાબદાર છે તેના માટે ડેથ ઓડિટ કમિટી તપાસ કરીને નક્કી કરશે.

કોરોનામાં પણ પ્લેટલેટની સંખ્યા 25,000 સુધી જતી રહે છે, પેટની સમસ્યામાં વધારો
કોરોનાની પહેલી લહેર અને આ બીજી લહેરમાં દર્દીઓના લક્ષણોમાં ફેરફાર આવ્યો છે. પહેલા દર્દીઓના પ્લેટલેટ ઘટતા ન હતા પણ હવે ડેન્ગ્યુની જેમ પ્લેટલેટ ઝડપથી ઘટી રહ્યા છે અને અમુક દર્દીઓમાં 25000 સુધી જતા રહે છે. આ ઉપરાંત પેટને લગતી સમસ્યાઓની ફરિયાદ પણ બહુ જ આવી રહી છે. ગત વર્ષે જ્યારે કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા ત્યારે આવી તકલીફો બહોળા પ્રમાણમાં જોવા મળી ન હતી. કદાચ વાઇરસમાં કોઇ બદલાવ આવ્યો હશે એટલે આ પ્રકારના નવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

દર્દીઓની ગંભીર સ્થિતિમાં ફરક પડ્યો નથી પહેલાની જેમ જ ગંભીર કેસ આવી રહ્યા છે તેમાં સ્થિતિમાં કોઇ વધુ બગડી હોય તેવું જોવા મળ્યું નથી. ફરીથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોશ પર ખૂબ જ ધ્યાન આપવું પડશે અને રસીકરણમાં સક્રિય રીતે ભાગ લઈ વધુમાં વધુ લોકોએ રસીકરણ કેન્દ્રમાં જવુ જોઈએ.

જસદણના શિક્ષક દંપતીએ વેક્સિનના બે ડોઝ લીધા તોયે આવ્યા પોઝિટિવ!
જસદણની સરદાર વલ્લભભાઈ પટેલ કુમાર શાળાના આચાર્ય એન.જે.દેસાણી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની રેખાબેન હરિયાણી નામના આ શિક્ષક દંપતીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ગત તા.10 ફેબ્રુઆરી 2021 ના રોજ તેમજ બીજો ડોઝ ગત તા.12 માર્ચ 2021 ના રોજ વિધિવત રીતે લીધો હતો. પરંતુ આ બન્ને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી જસદણના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મીડિયાકર્મીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો
મનપાની વેસ્ટ ઝોન કચેરીએ મીડિયાકર્મીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કોરોના વિરોધી રસી અપાઈ હતી તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

​​​​​​​ભાજપ અગ્રણી રાજુ ધ્રુવે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, કોરોનાના સમયમાં મીડિયાકર્મીઓએ લોકો સુધી જનજાગૃતિ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમજ લોકોને માહિતગાર કર્યા હતા તેથી તેઓ પણ કોરોના વોરિયર હોવાથી રસીકરણમાં અગ્રતા આપવી જોઈએ. મુખ્યમંત્રીએ આ મામલે અંગત રસ લઈ આરોગ્ય વિભાગને સૂચના આપતા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો