કામગીરી:TP 32માં મનપાને 49 પ્લોટનો માત્ર કબજો મળ્યો, બાંધકામ અટકાવાશે

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ મનપા નહિ કરી શકે, ખાલી જ રખાશે
  • હાલ રસ્તા​​​​​​​ વિકસાવી શકશે, પ્લોટ માટે પ્રાથમિક મંજૂરીની રાહ

રાજકોટમાં રૈયા ટી.પી. સ્કીમ 33 ડ્રાફ્ટ મંજૂરી મળી છે. આ સાથે શહેરમાં વધુ એક ટી.પી. સ્કીમનો ઉમેરો થયો છે અને રસ્તા, સાર્વજનિક પ્લોટ તેમજ મનપાને આવક મળે તે માટે વાણિજ્ય પ્લોટના કબજા મળ્યા છે જોકે તેમાં બાંધકામ સહિતના હક્ક માટે હજુ રાહ જોવી પડશે. ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં મનપાને પ્લોટના કબજા મળે છે અને રસ્તાના કબજા મળે છે.

જોકે ડિમોલિશન કરીને વિકાસની સત્તા રોડ પૂરતી મર્યાદિત રહે છે. પ્લોટનો કબજો સંભાળીને તેમાં નવા દબાણો કે બાંધકામો અટકાવવાની સત્તા હોય છે પણ સ્કીમ મંજૂર થઈ તે પહેલાના દબાણ હટાવી શકાતા નથી આ માટે પ્રારંભિક મંજૂરી સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ જ ડિમોલિશન કરીને મનપા તેનો વિકાસ કરી શકે છે. હાલની સ્કીમમાં મનપાને 49 પ્લોટ મળ્યા છે જેનું કુલ ક્ષેત્રફળ 394913 ચોરસ મીટર થાય છે.

મનપાને મળેલા અનામત પ્લોટ-49

  • આવાસ યોજના પ્લોટ – 8 પ્લોટ 112666 ચો.મી.
  • રહેણાક વેચાણ – 6 પ્લોટ 84583 ચો.મી.
  • વાણિજ્ય વેચાણ – 8 પ્લોટ 85556 ચો.મી.
  • સામાજિક બાંધકામો – 7 પ્લોટ 55805 ચો.મી.
  • ગાર્ડન અને પાર્કિંગ – 20 પ્લોટ 56303 ચો.મી.
અન્ય સમાચારો પણ છે...