તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ પ્રાણી ઉદ્યાન:ઝૂમાં વરુએ જમીન ખોદી ગુફા બનાવી, 4 બચ્ચાંને જન્મ આપ્યો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાં તા.29 ડિસેમ્બરે ચાર વરુના બચ્ચાં બહાર દેખાયા હતા. - Divya Bhaskar
રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાં તા.29 ડિસેમ્બરે ચાર વરુના બચ્ચાં બહાર દેખાયા હતા.
 • માદા વરુને કોઇ ખલેલ ન પડે તે માટે નર વરુ તકેદારી રાખતો

રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે ફરી એક વખત ભારતીય વરુ નર માદાની જોડીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો છે. બચ્ચાંના જન્મ પહેલા વરુ દંપતીએ પાંજરામાં જે પ્રકારે જંગલમાં જમીન ખોદી ગુફા બનાવે તે પ્રકારે ગુફા બનાવી હતી. અંદાજે બે માસ પહેલા ગુફા બનાવી હતી. વરુએ ગુફા બનાવવાનુ શરૂ કરતા ઝૂ સંચાલકોએ ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવી તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. 29 ડિસેમ્બરે ગુફામાંથી ચાર બચ્ચાં બહાર દેખાયા હતા. જેના પગલે અંદાજે 10 થી 12 દિવસ પહેલા બચ્ચાંનો જન્મ થયો હોવાનો અંદાજ છે. નર વરુ ગુફા પાસે રક્ષકની ભૂમિકામાં સતત આંટા ફેરા કરતો રહે છે.

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે ભારતીય વરુ નર-માદાની જોડી વન્યપ્રાણી વિનિમય હેઠળ મૈસુર ઝૂથી 10 એપ્રિલ 2013માં લાવવામાં આવ્યા હતા. ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ હિરપરાએ જણાવ્યું હતું કે, વરુમાં ગર્ભધારણનો સમયગાળો બે માસ જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરુએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાંઓને જન્મ આપવા માટે ડેન (ગુફા) બનાવવાનું ચાલુ કર્યું હતું.

ડિલિવરીનો સમય નજીક આવતા માદા વરુ ગુફા અંદર રહેવાનું પસંદ કરતી હતી, જ્યારે નર વરુ ડેનની આસપાસ રક્ષક તરીકે આંટા ફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વરુને કોઇ પણ જાતની ખલેલ ન પડે તે માટે તેની પૂરી તકેદારી નર રાખતો જોવા મળ્યો હતો. રાજકોટ ઝૂમાં ભારતીય વરુમાં બચ્ચાંનો જન્મ થયાની આ બીજી ઘટના છે. ગત વર્ષે આજ વરુએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો