બેદરકારીનો પર્દાફાશ:જસદણમાં PI રામાનુજને રૂ.1.28 કરોડની રૂની ગાંસડીની ચોરીની તપાસમાં બેદરકારી મોંઘી પડી, ડી.જી.એ ઘરે બેસાડ્યા

10 મહિનો પહેલા
પોલીસ ઈન્સ્પેકટર કે.એન.રામાનુજની ફાઈલ તસ્વીર
  • ફરજમાં બેદરકાર રહેનારા પોલીસ અધિકારીઓની હવે ખેર નથી
  • જસદણના પી.આઇ.ની બેદરકારી બદલ આશિષ ભાટિયાના પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ

રાજકોટ જિલ્લાના જસદણ ખાતે વર્ષ 2017 માં ગોડાઉનમાંથી રૂ.1.28 કરોડની 640 રૂની ગાંસડીની ચોરીના ગુનાની તપાસમાં જસદણના પીઆઈ કે.એન.રામાનુજે ગંભીર બેદરકારી દાખવ્યાનું ખુલતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જસદણના પીઆઈ કે.એન.રામાનુજને ફરજમાંથી મુક્ત કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

રૂપિયા 1.28 કરોડની 640 રૂની ગાંસડીની ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ ખાતે શંભુભાઈ જેરામભાઈ વઘાસીયાના ગોડાઉનમાંથી રૂા.1.28 કરોડની 640 રૂની ગાંસડીની ચોરીની તા.25-11-17 ના રોજ જસદણ પોલીસ મથકના ચોપડે ફરીયાદ નોંધવામાં આવી હતી. જે ગુનાની તપાસ PSI કે.એન.રામાનુજ દ્વારા કરવામાં આવી રહી હતી.તપાસ દરમ્યાન હડમતાળાવાળા શેનગસીંગ ભટ્ટી અને ડુંગરસીંગ ભટ્ટી તેમના ઠેકેદારો દ્વારા જસદણ ગોડાઉનમાંથી ટ્રકમાં ગાંસડી ભરવા મોકલેલા હતા. તેણે કોના કહેવાથી મજુરોને મોકલ્યા તેની કોઈ તપાસ કરી નથી.

બે વાહન કબ્જે કર્યા પરંતુ કેસ ડાયરીમાં કોઈ ઉલ્લેખ નથી
અજીત કોટેક્ષ ગોડાઉનના માલીક ગોકળભાઈની આ ગુનામાં કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી નથી ગુનાને કામે રૂા.14.20 લાખની કિંમતનો 71 રૂની ગાંસડી અને બે વાહન કબ્જે કર્યા પરંતુ કેસ ડાયરીમાં કોઈ ઉલ્લેખ કરેલ નથી ઘટના સ્થળે મજુરો અને અન્ય ત્રણ લોકો ભાગી ગયેલ છે તે કોણ હતા તેમજ ચોરીમાં સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ થયેલ નથી. ત્રણ ટ્રક સાથે 450 રૂની ગાંસડી કબ્જે કરી મુદામાલ પાવતીની નોંધ કેસ ડાયરીમાં કરેલ નથી.

કારમાં ખરેખર બે હતા કે ત્રણ તે અંગે મૂંઝવણ
અજીત કોટેક્ષના માલીક ગોકળભાઈ અને ભાવેશભાઈ ચોવટીયાની તા.19-1-18 સુધી પુછપરછ કે નિવેદન લીધેલ નથી તેમજ અટક કરવાની કોઈ કાર્યવાહી કરી નથી અજીત કોટેક્ષના સિકયુરીટી ગાર્ડના નિવેદનમાં કારમાં ત્રણ માણસો આવેલ તેની પાછળ પાંચ ટ્રક રૂની ગાંસડી ભરીને આવેલ અને અજીત કોટેક્ષના ગોડાઉનમાં ઉતારી જતા રહ્યા હતા. અને કારમાં ખરેખર બે હતા કે ત્રણ તેમજ બાઈક પર આવેલ શખ્સની ચોરીના ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી નથી.ચોરીના ગુનાની તપાસમાં ફરીયાદી અને સાહેદોના નિવેદનમાં 8 ટ્રકમાં ગાંસડી ભરી લઈ ગયેલ છે તો 4 ટ્રક કબ્જે કરેલ છે બાકીના 4 ટ્રક તથા મુદામાલ કબ્જે કરવા કોઈ કાર્યવાહી કરી નથી.

PSI કે.એન.રામાનુજને ફરજમાંથી મુક્તિ આપવાનો આદેશ
ટ્રકના માલીકો અને ડ્રાઈવરોની આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી નથી.જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા વિધીસરની ખાતાકીય તપાસમાં ફરજમાં કે.એન.રામાનુજે બેદરકારી દાખવ્યાનુ ખુલતા જે રીપોર્ટના આધારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા તાત્કાલીક અસરથી જસદણ PSI કે.એન.રામાનુજને ફરજમાંથી મુક્તિ આપવાનો હુકમ કર્યો છે.

આટલા મુદાઓ પર તપાસમાં રાખી હતી ગંભીર બેદરકારી

  • અજીત કોટેક્ષ ગોડાઉનના માલિક ગોકળભાઈની આ ગુનામાં સંડોવણી છે કે કેમ તેની તપાસ પણ કરી ન હતી.
  • આ ગુનાને કામે રૂ.14.20 લાખની કિંમતનો 71 રૂની ગાંસડી અને બે વાહન કબ્જે કરાયા હતા. પરંતુ કેસ ડાયરીમાં કોઈ ઉલ્લેખ કર્યો ન હતો
  • ઘટના સ્થળેથી મજૂરો અને અન્ય ત્રણ લોકો ભાગી ગયા છે. તે કોણ હતા તેમજ ચોરીમાં સંડોવણી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરી ન હતી.
  • 3 ટ્રક સાથે 450 રૂની ગાંસડી કબ્જે કરી મુદ્દામાલ, પાવતીની નોંધ પણ કેસ ડાયરીમાં કરી ન હતી.
  • અજીત કોટેક્ષના માલીક ગોકળભાઈ અને ભાવેશભાઈ ચોવટીયાની તા.19-1-2018 સુધી પુછપરછ કે નિવેદન ન લીધુ અને અટક કરવાની કાર્યવાહી પણ કરી ન હતી.
  • અજીત કોટેક્ષના સિકયુરીટી ગાર્ડના નિવેદનમાં કારમાં ત્રણ માણસો આવેલા તેની પાછળ 5 ટ્રક રૂની ગાંસડી ભરીને આવેલા અને અજીત કોટેક્ષના ગોડાઉનમાં ઉતારી જતા રહ્યા હતા. જો કે કારમાં ખરેખર બે હતા કે ત્રણ તેમજ બાઈક પર આવેલ શખ્સની ચોરીના ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગેની પણ તપાસ કરાઈ ન હતી.
  • તપાસમાં ફરીયાદી, સાહેદોના નિવેદનમાં 8 ટ્રકમાં ગાંસડી ભરી લઈ ગયા છે તો 4 ટ્રક કબ્જે કરાયા છે બાકીના 4 ટ્રક, મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી ન કરી.
  • ટ્રકના માલીકો અને ડ્રાઈવર આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ કરી ન હતી.

(દિપક રાવિયા,જસદણ )