તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણમાં ગરમાવો:યાર્ડની ચૂંટણીમાં બન્ને જૂથે સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યું, લિસ્ટ તૈયાર કરાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપલેટા યાર્ડની ચૂંટણી પૂરી થયા બાદ હવે બેડી યાર્ડની ચૂંટણીમાં મોવડી મંડળની સમાધાનની બેઠકનો દોર શરૂ થશે

યાર્ડની ચૂંટણીને હવે એક માસ જેટલો સમય બાકી છે. જેમ- જેમ સમય જાય છે તેમ- તેમ રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. બને પક્ષોએ બાજી મારવા માટે એટલે કે સત્તા હાંસલ કરવા માટેની તૈયારીના ભાગરૂપે ચોકઠા ગોઠવવાની કામગીરી શરૂ કરી દીધી છે. બન્ને પક્ષોએ ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. જ્યારે બીજી તરફ આ ચૂંટણીમાં સમાધાન થાય તે માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉપલેટા યાર્ડની ચૂંટણી પૂરી થયા બાદ રાજકોટ યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય તે માટે સમાધાનની બેઠક શરૂ થશે.

યાર્ડની ચૂંટણીમાં બન્ને પક્ષોએ ચૂંટણી લડવા માટે અને મોવડી મંડળે આ ચૂંટણી બિનહરીફ થાય તેના મૂડમાં છે.ચૂંટણી માટેની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ ખેડૂતો મતદારો છે. હવે પછી ઉમેદવારી પત્રક ભરવામાં આવશે.જેની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થશે અને 24 સપ્ટેમ્બરના રોજ ચકાસણી શરૂ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર છે. યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ જૂથ આમને- સામને છે.બેઠક કરતા ઉમેદવારોની સંખ્યા વધારે છે. કોની પસંદગી કરવી અને કોની પસંદગી ન કરવી તે એક સૌથી મોટો પેચીદો પ્રશ્ન બન્યો છે. સૂત્રોમાંથી વિગત જાણવા મળી રહી છે કે, આ ચૂંટણીમાં એવા જ ઉમેદવારોને સ્થાન અપાશે જે નજીકના અને વિશ્વાસુ હોય. ઉપરાંત વેપારી બેઠકની ચૂંટણીમાં પણ ભારે રસાકસીની શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...