તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના MLAનો આક્ષેપ:રાજકોટમાં કગથરાએ કહ્યું- આખા ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ મોરબીની, બેડ, દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન ન મળતા દર્દી મોતને ભેટે છે

રાજકોટ7 દિવસ પહેલા
લલિત કગથરાએ આક્ષેપો કર્યા.
  • અકસ્માતે મૃત્યુ પામેલા પુત્રના સ્મરણાર્થે પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની બીજી આ ઘાતક લહેરમાં સંક્રમણ અટકાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે. તેની સાથે સાથે બીજી લહેરમાં પ્લાઝમા ડોનરનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે પડધરી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા તેમના પુત્ર વિશાલ કગથરાના સ્મરણાર્થે 5 મેના રોજ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ મોરબીની, બેડ, દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન ન મળવાથી દર્દી મોતને ભેટે છે.

મોરબી જિલ્લામાં કોરોના કેસ અને મૃત્યુઆંક પણ સૌથી વધુ
ધારાસભ્ય લલિત કગથરાના જણાવ્યા મુજબ આખા ગુજરાતમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મોરબી જિલ્લાની છે. મોરબી જિલ્લામાં કોરોના કેસ અને મૃત્યુઆંક પણ સૌથી વધુ છે. દરેક ગામડા આજે કોરોના સંક્રમિત છે અને દરેક ગામમાંથી યુવાનો સહિત અનેકના મૃત્યુ થયા છે. આ પરિસ્થિતિમાં સંક્રમિત થયા બાદ બેડ, દવા, ઓક્સિજન, ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દી મોતને ભેટી રહ્યાં હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી.
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી.

દરેક ગામમાં 15થી 17 લોકોના મોત થયા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી અને રાજકોટમાં બેડની સુવિધા ન મળતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં 800 જેટલા દર્દીનો સારવાર લેવા જવા વારો આવ્યો હતો. મોરબી જિલ્લાના દરેક ગામમાં ઓછામાં ઓછા 15થી 17 લોકો મોતને ભેટ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, ખાખરેચી ગામમાં 60, વાવડીમાં 70 તેમજ પડધરીનું નાનામાં નાનુ ખજુડી ગામ કે જેમાં પણ 12 દર્દીના મોત થયા છે. ઇન્જેક્શન કૌભાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ હોય તેમને છાવરવા ન જોઇએ. તેમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. આ મહામારીના સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેને કડકમાં કડક સજા જરૂર થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો