વન વીક વન રોડ ઝુંબેશ:રાજકોટનાં વેસ્ટ ઝોનમાં 29 જગ્યાએ પાર્કિંગમાં થયેલું દબાણ દૂર કરી 391 ચો.મી. જગ્યા ખુલ્લી કરી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુષ્કરધામ મેઈન રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. - Divya Bhaskar
પુષ્કરધામ મેઈન રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું.
  • ખાણીપીણીના 20 ધંધાર્થીઓની ચકાસણી દરમિયાન 4ને લાયસન્સ બાબતે નોટિસ

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા અને ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલા મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વેસ્ટ ઝોનમાં પુષ્કરધામ મેઈન રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ હટાવ શાખાએ 29 જગ્યાએ પાર્કિંગમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી 391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. તેમજ ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 4 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના પુષ્કરધામ મેઇન રોડ (શિવશક્તિ ચોકથી કાલાવડ રોડ) વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 4 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપી હતી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી
વેસ્ટ ઝોનમાં પુષ્કરધામ મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા બદલ 3 આસામી પાસેથી રૂ.750, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખવા બદલ 1 આસામી પાસેથી રૂ.500, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ 10 આસામી પાસેથી રૂ.5000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. C એન્ડ D વેસ્ટ ઉપાડવાની કામગીરી બદલ 1 આસામી પાસેથી રૂ.2000નો ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ કુલ 15 આસામીઓ પાસેથી રૂ.8,250નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

બાંધકામ, વોટરવર્કસ, ડ્રેનેજ શાખાની કામગીરી
બાંધકામ, વોટરવર્કસ, ડ્રેનેજ શાખા વેસ્ટ ઝોન વોર્ડ નં.10 દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે 8 સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ, 45 ડ્રેનેજ મેન હોલ સફાઇ, 25 પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ, ફૂટપાથ રિપેરિંગસ 20 પેવિંગ બ્લોક રિપેરિંગ, રોડ રિપેરિંગ 18 ઘનમીટર રબ્બીશ ઉપાડવાની કામગીરી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...