તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારણ:ગામડાંમાં 25થી 60 વર્ષની મહિલા સૌથી વધુ સંક્રમિત થઈ, મૃત્યુ પામી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને વધુ અસર
  • મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ કરેલા સરવે પરથી તારણ

મનોવિજ્ઞાન ભવનના 45થી વધુ વિદ્યાર્થીઓના ગ્રામ્ય વિસ્તારના નિરીક્ષણ અને કાઉન્સેલિંગના આધારે તારણ નીકળ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં પણ સંક્રમણ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અને વેક્સિનની જાગૃતિ તથા મહિલાઓની અમુક બેદરકારીને કારણે તેઓની સંકમિત થવાની અને મૃત્યુ થવાની બાબતો નજરે ચડી છે. મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલ છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે, કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25 થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે એવું કહીએ તો ખોટું નથી.

ભારતમાં પુરુષોના સંક્રમણનું પ્રમાણ વધુ છે પણ બીજી લહેરમાં મૃત્યુદર કે મૃત્યુ જોખમ સ્ત્રીઓ ઉપર વધુ જોવા મળે છે. આ માહિતી મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગામડાંઓમાં કાઉન્સેલિંગ કરી રહ્યા છે તેને આધારે પ્રાપ્ત કરેલ છે. જે કોઈ કેસ નોંધાય છે તેમાંથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સૌથી વધુ મૃત્યુ પામી છે તેવું પણ આ સરવેમાં જોવા મળે છે.

ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ આજે પણ ખેતરે કામ પર જાય કે અન્ય કોઈ કામ કરવા ઝુંડમાં જ જતી હોય છે સાથે વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત માસ્ક કે સૅનિટાઇઝરનો યોગ્ય ઉપયોગ કરતી નથી તેવું પણ આ સંશોધન સરવેને આધારે માહિતી પ્રાપ્ત થાય છે. ગામડાંની સ્ત્રીઓ હજુ સજાગ નથી થઇ માટે લાગણી અને સામાજિક વ્યવહારિકતાને કારણે તેઓ બેધ્યાન રહે છે.

અન્ય સમાચારો પણ છે...