તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ધનતેરસ:રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને રૂપિયા 5થી લઈ 2 હજારની નોટોના વાઘા પહેરાવાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે પૂજા કરાઈ

આજે ધનતેરસ છે. ત્યારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વિશેષ પૂજા કરવામાં આવી હતી. આજે ધનતેરસ હોવાથી ભગવાન સ્વામી નારાયણને રૂપિયા 5થી લઈને 2 હજારની નોટોના વાઘા પહેરાવવામાં આવ્યાં હતાં. કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે પૂજા કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારોની રોનક કોરોનાના ભય વચ્ચે પણ દેખાઈ રહી છે
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દિવાળીના તહેવારોની રોનક કોરોનાના ભય વચ્ચે પણ દેખાઈ રહી છે. ત્યારે ધનતેરસના પર્વને લઈને શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને પૈસાના વાઘાનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સહિતના ભગવાનને રૂ.5થી લઈને રૂ.2 હજારની નોટોના વાઘા પહેરાવવામાં આવ્યાં છે. તો સાથે કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વિશેષ પૂજા કરવામાં આવી છે.

નવું વર્ષ તમને ગમે તેવું જાય તે માટે આજે પ્રાર્થના કરૂ છું- મહંત
મહંત રાધારામણ સ્વામીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને આજે સ્વામીનારાયણ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી વર્ષ 2076નું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આવનાર 2077મું વર્ષ એટલે કે નવું વર્ષ તમને ગમે તેવું જાય તે માટે આજે પ્રાર્થના કરૂ છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો