• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The Service Bridge Program At Haripar Pal Village In Lodhika Taluka, People Shouted, Saying: Grain Distribution Is Not Done On Time.

વિરોધ:લોધીકા તાલુકાના હરીપર પાળ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ હોબાળો મચાવ્યો, કહ્યું: અનાજ વિતરણ સમયસર થતું નથી

રાજકોટ2 મહિનો પહેલા
સ્થાનિક લોકોએ અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનોનો ઉધડો લીધો હતો
  • સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા લોધીકા મામલતદાર તેમજ જીલ્લા અને તાલુકાના ભાજપ હોદ્દેદારોને રજૂઆત કરતા, સેવા સેતુની આભાર વિધિ અટકી

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરિપર પાળ ગામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા લોધીકા તાલુકાના મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ત્યારે આજ રોજ યોજાયેલ કાર્યક્રમમા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ વ્યથા રજૂ કરતા કહ્યું હતું કે, અનાજ વિતરણ સમયસર થતું નથી.

કાર્યક્રમમા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો
કાર્યક્રમમા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો

કલેકટર તંત્રમા પુરવઠા વિભાગને ફરિયાદ કરી
સ્થાનિક લોકોએ અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનોનો ઉધડો લેતા કહ્યુ હતુ કે, વિરડા વાજડી ગામ તેમજ હરિપર પાળ ગામના લોકોને સમયસર અનાજ આપવામા નથી આવતુ. અનેક વખત સ્થાનિક તેમજ કલેકટર તંત્રમા પુરવઠા વિભાગને ફરિયાદ કરવામા આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવતુ નથી.

હરિપર પાળના સરપંચ મુન્નાભાઈ આહિર
હરિપર પાળના સરપંચ મુન્નાભાઈ આહિર

5-5 કિ.મી. સુધીની પગપાળા યાત્રા કરવી પડે છે
આ અંગે હરિપર પાળના સરપંચ મુન્નાભાઈ આહિરએ જણાવ્યું હતું કે, અમે ગામના વિવિધ પ્રશ્નોને રજુઆત અનેકવાર કરવા છતાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ગામની મહિલાઓને રાશન લેવા માટે પાંચ પાંચ કિમી સુધીની પગપાળા યાત્રા કરવી પડે છે. બીજી તરફ દુકાનદાર માલ ન આવ્યો હોવાનુ જણાવી રાશન કાર્ડ ધારકોને પરત મોકલે છે. માટે અમે આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં આ અંગેની ફરિયાદ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરિપર પાળ ગામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરિપર પાળ ગામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો