• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The Raid Of The Health Department, 11 Businessmen Were Caught Selling Food Without A Food License, But A Notice Was Given Instead Of Action!

રાજકોટના સમાચાર:બે વર્ષથી નવા આવાસનું કામ બાકી રહેતા અરવિંદ મણીયાર ક્વાર્ટરના રહીશોની રેલી, મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કોટેચા ચોક નજીક પોશ વિસ્તારમાં ત્રીસેક વર્ષ અગાઉ પૂર્વ મેંયર સ્વ.અરવિંદભાઈ મણિયારના નામ પર 200થી વધુ ક્વાર્ટર બનાવાયા હતા. આ ક્વાર્ટર્સને PPP ધોરણે રિડેવલપમેન્ટના નામે બે વર્ષ પૂર્વે ખાલી કરવામાં આવ્યા હતા. છતાં આજ સુધી ક્વાર્ટર ન બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. અને ત્રિકોણબાગ ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાને સમગ્ર મામલે રજુઆત કરીને નવા બનાવવા માટે ખાલી કરાવ્યા બાદ ભાડું ઓછું મળતા હોવાની અને જલ્દીથી નવા આવાસ બનાવવાની રજૂઆત કરી હતી.

ફૂડ લાઇસન્સ વગર ફૂડ વેંચતા 11 ધંધાર્થી ઝડપાયા
રાજકોટ આજે આરોગ્ય વિભાગના દરોડામાં ફૂડ વેંચતા 11 ધંધાર્થીઓ ફૂડ લાઇસન્સ વગર ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા ઝડપાયા હતા. પરંતુ આરોગ્ય વિભાગે દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાને સ્થાને માત્ર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપીને સંતોષ માની લીધો હતો.આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના નાગેશ્વર મેઇન રોડ -જામનગર રોડ વિસ્તારમાં આવેલ મહાદેવ નમકીન, તિરુપતિ ફરસાણ & સ્વીટ માર્ટ, સનરાઇઝ સુપર માર્કેટ, ગાંધી સોડા શોપ, લાઈફ કેર ફાર્મસી, ગોપાલ નમકીન & સ્વીટ માર્ટ, મહાવીર પ્રોવિઝન સ્ટોર, સુરેશ નમકીન, શ્રીજી મેડિકલ સ્ટોર, અનમોલ રસ ડેપો અને શ્રી બાલાજી કોલ્ડ્રિંક્સ & આઇસ્ક્રીમને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર અને અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ ખાતેથી જાયદી ખજૂર, અરિહંત પ્રોવિઝન સ્ટોરમાંથી હારડા,એન. બી. બ્રધર્સમાંથી દાળીયાના નમૂના લેવામાં આવ્યા હતા.

મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખેલાડીઓ માટે ખુલ્લું
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ.18 કરોડથી વધુના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્સને મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અહીં ગઈકાલથી બેડમિન્ટન, ટેબલ ટેનિસ, મલ્ટીપર્પઝ જીમ અને કરાટેની બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સના સંચાલક જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ આ ચારેય રમતો માટે સભ્યોની નોંધણી પ્રક્રિયા ચાલુ છે. રમત દીઠ પ્રતિમાસ માત્ર રૂ.300 સભ્ય ફી છે. કોમ્પ્લેક્સ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બેચ સમય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે 11થી 1 તેમજ 3થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને કોચિંગ તેમજ પ્રેક્ટિસ માટે ખુલ્લું રહેશે. આ સમય સિવાયની બેચ જનરલ ખેલાડીઓ માટે ખુલ્લી રહેશે. હાલ લોન ટેનિસ તેમજ બાસ્કેટ બોલની રમતો માટે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થયે બન્ને રમતો માટેની બેચનો પણ પ્રારંભ કરાશે.

ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ
ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ

ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીની તાલીમ અંતર્ગત વ્રજ હાઈટસ ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં 50 જેટલા રહેવાસીઓને બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો,જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

130 કિશોરીનો HB ટેસ્ટ કરવામાં આવ્યો
130 કિશોરીનો HB ટેસ્ટ કરવામાં આવ્યો

પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે અને આ તમામ કાર્યક્રમો દ્વારા ICDSનાં લાભાર્થીઓને જીવન ઉપયોગી મેસેજ મળી રહે તેવા સુચારૂ પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં 1 માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓ માટે સ્થળ પર જ લોહીની તપાસ HB ટેસ્ટની સગવડો ઉપસ્થિત કરવામાં આવી હતી. જેમાં 130 કિશોરીનો HB ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર કુલ 200 કિશોરીએ આ તમામ માર્ગદર્શન લીધું હતું. સ્વસ્થતા-સ્વચ્છતા-સ્વબચાવ-શ્રેષ્ઠ ખોરાક જેવા અગત્યના મુદ્દાઓને આવરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...