સુવિધા:રાજકોટની સમરસ હોસ્ટેલમાં 1 હજાર ઓક્સિજન બેડની કામગીરી પૂરજોશમાં, 582 બેડ તૈયાર થયા

રાજકોટએક વર્ષ પહેલા
  • હાલ 480 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓક્સિજનયુક્ત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે ચાલું રાખી છે. રાજકોટની સમરસ હોસ્ટેલના બ્લોકની માળખાગત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી તમામ બીલ્ડીંગોમાં ઓક્સિજન પહોચાડવાની પડકારજનક કામગીરી તંત્રની રાત દિવસની મહેનતના અંતે પૂર્ણ થવામાં છે. સમરસમાં બે-ચાર દિવસમાં 1000 ઓક્સિજનવાળા બેડ તૈયાર થશે. હાલ 582 બેડનું સેટઅપ તૈયાર થયું છે. હાલ 482 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા દર્દીને તાત્કાલિક સારવાર મળી જાય છે. રાજકોટના લોકોએ ગભરાવવાની જરૂર નથી. દર્દીઓ માટે મેડિકલ સુવીધા વધારવા વરીષ્ઠ અધિકારીઓની ટીમ સરકારના સંપર્ક રહીને કામ કરી રહી છે.

હાલ 480 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને સમરસમાં નોડલ અધિક કલેક્ટર મેહુલ દવેની દેખરેખ હેઠળ થઇ રહેલી કામગીરીની વિગતો આપતા ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમરસમાં 1000 ઓક્સિજન બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર થઇ રહી છે. રોજ 100 બેડ તૈયાર થાય એ રીતે સમરસમાં રાત દિવસ કામગીરી ચાલી રહી છે. 582 બેડનું સેટઅપ તૈયાર થઇ ગયુ છે. 480 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધી છે. છતા વ્યવસ્થામાં કોઇ કમી નથી.

દર્દીઓની સારવાર માટે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ
વધુમાં ડે.કલેક્ટરે જણાવ્યું હતું કે, તમામ દાખલ થતા દર્દીઓને વેલકમ કિટ આપવામાં આવે છે. દર્દીઓને શુધ્ધ અને સાત્વીક ભોજન અને નાસ્તો દિવસમાં 4 વખત આપવામાં આવે છે. સમરસમાં આ માટે સેન્ટ્રલી રસોડું પુરી સ્વછતા સાથે બનાવવામાં આવ્યું છે. દર્દીઓની સારવાર માટે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. રેમડેસિવીર ઇનજેકશન પણ પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. દર્દીના સગાઓને દર્દી વિશેની માહિતી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કામગીરીમાં ડે.કલેકટર ગોહિલ ઉપરાંત ડે.કલેકટર દેશાઇ અને મામલતદાર કથીરીયા સહિતના અધિકારીઓ સેવા આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...