તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:જૂના યાર્ડમાં બધું શાકભાજી દિવસમાં જ ઉતરવા લાગ્યું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાત્રી કર્ફ્યૂને કારણે જૂના યાર્ડમાં બધું શાકભાજી દિવસમાં ઉતરવા લાગ્યું છે. નિયત સમયમાં હરાજી પૂરી થઈ જાય તે માટે સવારથી જ હરાજી શરૂ કરી દેવામાં આવે છે. શિયાળો શરૂ થતાની સાથે જ લીલા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. તેની સાથે લીલા ચણા એટલે કે ઝીંઝરાની આવક વધવા લાગી છે.

ગુરુવારે 60 હજાર કિલો ઝીંઝરાની આવક થઇ હતી. જે અત્યાર સુધીની સૌથી વધુ આવક હતી. શાકભાજી વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી ડોબરિયાએ જણાવ્યું હતું કે, હાલ રાત્રી કર્ફ્યૂ હોવાને કારણે બધા શાકભાજીની આવક દિવસમાં જ કરવામાં આવે છે. વટાણા, ટમેટાં, બટેટાની આવક બહારથી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...