તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનચાલકોને મોટી રાહત:નવા વર્ષે રૈયારોડ, નાનામવા રોડનો ટ્રાફિક પ્રશ્ન હલ થશે, અંડરબ્રિજ તૈયાર થઈ જશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
બન્ને બ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. - Divya Bhaskar
બન્ને બ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
 • આમ્રપાલી બ્રિજ ફેબ્રુઆરી અને લક્ષ્મીનગર અંડરબ્રિજ જુલાઇમાં ખુલ્લો મુકાશે

રાજકોટ મહાનગરપાલિકા રેલવે તંત્ર પાસે રૈયારોડ આમ્રપાલી ફાટક અને નાનામવા રોડના છેડે લક્ષ્મીનગર નાળે અંડરબ્રિજ બનાવવાનું કામ સોંપ્યું છે. મનપાએ આમ્રપાલી અને લક્ષ્મીનગર નાળા પરથી પસાર થતા અંદાજે દૈનિક 70 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત કરવા માટે 41 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. નવા વર્ષમાં આ બન્ને સ્થળો પર અંડરબ્રિજ તૈયાર થઇ જશે અને ટ્રાફિક પ્રશ્ન હલ થશે. આમ્રપાલી ખાતે ફેબ્રુઆરી માસ અને લક્ષ્મીનગર અંડરબ્રિજ જુલાઇ માસમાં તૈયાર થશે.

કોર્પોરેશનની આગામી ચૂંટણી ફેબ્રુઆરી અંત અથવા માર્ચમાં યોજાય તેવી સંભાવના છે. જેના પગલે આમ્રપાલી અંડરબ્રિજ તૈયાર હશે ત્યારે કોઇ નેતાના હસ્તે નહીં પણ જનતાના હસ્તે લોકાર્પણ થાય તેવી સંભાવના છે. અગાઉ મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ કર્યું હતું. આમ્રપાલી અને લક્ષ્મીનગર અંડરબ્રિજ આગામી સમયમાં પૂર્ણ થતા વાહનચાલકોને મોટી રાહત થશે.

કાલાવડ રોડ રેલવે અંડરબ્રિજ જેવો જ આ લક્ષ્મીનગર રેલવે અંડરબ્રિજ બનશે. જેમાં પેડેસ્ટલ ટ્રેક, લાઇટિંગ, 7.5 મીટરનો કેરેજ-વે જેવી સુવિધાઓ કરવામાં આવશે. અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બ્રિજના પ્રોજેક્ટની કામગીરી જુલાઇ 2021 સુધીમાં પૂર્ણ કરવા માટે એજન્સીને સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આમ્રપાલી અંડરબ્રિજ બન્ને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બન્ને બાજુ બોક્સની અંડર કેરેજ વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ વે તેમજ વૈશાલીનગર 1 (શાકમાર્કેટ) તરફથી ચુડાસમા મેઇન રોડ (એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિસાનપરા તરફથી શ્રેયસ સોસાયટી તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ બ્રિજ ફેબ્રુઆરી 2021માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ અંદાજે 21 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો