કોંગ્રેસનું હવે મિશન સૌરાષ્ટ્ર:આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવશે, 19મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બેઠકમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિતના આગેવાનો હાજર રહેશે
  • 29ના બદલે 28 મેએ નરેન્દ્ર મોદી આટકોટ આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે,આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવશે.

19મીએ કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિત આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત

તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્ર પર
ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા પર મંડાયલી છે. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. પહેલા 29 મેએ આવનાર હતા પરંતુ હવે 28 મેએ આટકોટ આવશે તેવું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...