રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વિદેશી મૂડીમાં ઓનલાઇન રોકાણ કરવાની લાલચમાં ઓઇલના વેપારીએ રૂ. 9 લાખ ગુમાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પરમેન્ટીન કેપિટલ નામની કંપનીએ વ્હોટ્સએપમાં પૈસા ડબલ કરવાની સ્કીમ પણ આપી હતી
  • કોઠારિયા સોલવન્ટમાં દોઢ વર્ષના માસૂમનું ઓટલા પરથી પટકાતાં મોત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન છેતરપીંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં બે વેપારીઓ સાયબર ચાંચીયાઓનો ભોગ બન્યા હતા ત્યારે વધુ એક વેપારી સાથે ઓનલાઇન છેતરપીંડી થયાનું સામે આવ્યું છે. જેમાં ઓઇલના વેપારીને વિદેશી મૂડીમાં ઓનલાઇન રોકાણ કરવાની લાલચ આપી તસ્કરોએ રૂ. 9 લાખની છેતરપિંડી આચરી છે.

સારૂ રીટર્ન મળશે તેવી લાલચ આપી
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રદીપભાઇ ઉમેદલાલ કમાણીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પુત્ર અજીસની સાથે ઓઇલનો વેપાર કરે છે. અને લોધાવાડ ચોકમાં આવેલા અમર આર્કેડ કોમ્પ્લેક્ષમાં તેમની ઓફિસ આવેલી છે. જયાં તે ઇન્ડસ્ટ્રીયલ એન્જીન ઓઇલનો વેપાર કરે છે. તા. 20-1-22ના રોજ તેમના ફોન પર જુદા જુદા નંબરો પરથી કોલ આવે છે પરંતુ તેમણે પ્રત્યુતર આપ્યો ન હતો.તા.25ના રોજ તેવા જ નંબર પરથી કોલ આવે છે જેમાં એક ફોન ઉઠાવી વાત કરતા સામે પરમેન્ટીન કેપિટલ નામની કં5નીના કસ્ટમર કેરમાંથી વાત કરતા હોવાનું કહી કોઇ વ્યકિત રોકાણ કરવા માટે પ્રદીપભાઇને જણાવે છે. અને સારૂ રીટર્ન મળશે તેવી લાલચ આપે છે અને તેની કંપનીની વેબસાઇટ પર રોકાણની રકમ તેમજ અન્ય વિગત નાંખવાનું કહે છે. શરૂઆતમાં હજાર રૂપિયાના કટકે કટકે રોકાણ કરે છે.

છેતરપીંડી અંગે ફરીયાદ નોંધાવી
જેનું રીટર્ન પણ પ્રદીપભાઇને મળી જાય છે. આ ટ્રાન્ઝેકશનો થયા બાદ પ્રદીપભાઇને વ્હોટ્સએપ પર મોટુ રોકાણ કરવા માટે સ્કીમો આપવામાં આવે છે. ત્યારબાદ પ્રદીપભાઇએ કટકે કટકે ખુબ મોટું રોકાણ કર્યુ અને તેનું રીટર્ન ન મળતા કંપનીના ટેલીગ્રામ નંબર પરથી સંપર્ક કરતા કંપનીમાં આઇટીની કાર્યવાહી ચાલતી હોવાથી જો રીટર્ન જોઇતુ હોય તો ટેકસના રૂપિયા આપવા પડશે તેમ કહેવાયું હતું જેથી ટેકસની રકમ પણ પ્રદીપભાઇએ ચુકવી હતી. આમ કુલ મળી રૂ.9,02,500 રૂપિયા પ્રદીપભાઇએ ઉપરોકત કં5નીના નામે ચુકવ્યા હતા. તેમ છતાં તેમને રીટર્ન ન મળત અંતે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી છેતરપીંડી અંગે ફરીયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આઇપીસી કલમ 419, 420 તથા આઇટી એકટ 2000ની કલમ 66(D) મુજબ ગુનો નોંધી પીઆઇ જે.એમ.વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.

દોઢ વર્ષના માસૂમનું ઓટલા પરથી પટકાતાં મોત
શીતળાધાર પાસે રહેતા મુસાહીર યાદવના દોઢવર્ષના બાળક રાજનું ઓટલા પરથી રમતા-રમતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું.બનાવ અંગેની વધુ વિગત અનુસાર કોઠારીયા સોલ્વેન્ટ નજીક શીતળાધારમાં રહેતા મુળ બિહારના મુસાહીર યાદવનો દોઢ વર્ષનો બાળક રાજ ઘર પાસેના ઓટલા પાસે રમતો હતો ત્યારે નીચે પટકાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો
જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમીયાન તેમનું મોત થતા પરીવારમાં ગમગીની છવાઈ હતી. વધુમાં મુસાફીન ભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.જેમાં રાજનાનો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ કાગળો કર્યો હતાં.

આજીડેમમાં ન્હાવા પડેલા આધેડનું મોત
આજીડેમમાં ન્હાવા પડેલા ક્વલાભાઈ જબાણીયા નામના આધેડનું ઊંડા પાણીમાં ગ૨કાવ થતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.બનાવની વધુ વિગત અનુસા૨ જામનગ૨ ૨ોડ પ૨ સાંઢીયા પુલ પાસે ફુટપાથ પ૨ ૨હેતાં ક્વલાભાઈ સાખાભાઈ જખાણીયા (ઉ.વ.40) ગત ૨ોજ તેના પત્ની અને ભત્રીજી સાથે આજીડેમમાં ન્હાવા માટે ગયેલ હતા. જયાં તેના પત્ની અને ભત્રીજી આજીડેમના કાંઠે હતા અને ક્વલાભાઈ ઊંડા પાણીમાં ન્હાવા જતાં તેમાં ગ૨કાવ થયા હતા. તેના પત્નીએ આસપાસના માણસોને બોલાવી ત૨વૈયાને જાણ ક૨તાં તેમના મૃતદેહને બહા૨ કાઢયો હતો.