તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજિનલ:રાજકોટમાં છેલ્લા 9 દિવસમાં 1322 નવા પોઝિટિવ આવ્યા પણ સરકારી ચોપડે એક્ટિવ કેસ માત્ર 875

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે ટેસ્ટિંગ બૂથ સક્રિય કરાયા છે. આ માર્ગ પરથી પસાર થતા લોકોએ સ્વેચ્છાએ ટેસ્ટ બૂથ પર આવી ટેસ્ટ કરાવવાનું ચાલુ કર્યું છે. - Divya Bhaskar
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે ટેસ્ટિંગ બૂથ સક્રિય કરાયા છે. આ માર્ગ પરથી પસાર થતા લોકોએ સ્વેચ્છાએ ટેસ્ટ બૂથ પર આવી ટેસ્ટ કરાવવાનું ચાલુ કર્યું છે.
 • હોમ આઈસોલેશનમાં હોય તો પણ 10 દિવસ સુધી ડિસ્ચાર્જ જાહેર કરાતા નથી છતાં 447 દર્દી ગાયબ
 • ભાસ્કરની તપાસમાં ખુલ્યું કે તંત્ર કોરોનાના આંકડા જાહેર કરવામાં પારદર્શક નથી, માત્ર ગૂંચ ઊભી કરી રહ્યું છે

રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારનો સરવાળો કરીએ તો રોજ 150 કરતા કેસ વધી જાય છે. આ જ ગતિએ એક્ટિવ કેસ પણ વધવા જોઈએ પણ હજુ સુધી એક્ટિવ કેસ 1000 સુધી પહોંચ્યા નથી.દિવ્ય ભાસ્કરે દરરોજના કેસની ગણતરી કરતા જોવા મળ્યું હતું કે, છેલ્લા 9 દિવસમાં જેટલા કેસ આવ્યા છે તેમાંથી મોટાભાગના એક્ટિવ કેસમાં ગણવામાં આવ્યા નથી.

કોવિડના નિયમ મુજબ જો કોઇપણ વ્યક્તિ પોઝિટિવ આવે તો તેને 14 દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લેવાની હોય છે. બાદમાં આ ગાળો 10 દિવસનો થયાનું ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી જણાવે છે. જેનો અર્થ એ થયો કે છેલ્લા 9 દિવસમાં જે પણ કેસ નવા આવે તે બધા જ એક્ટિવ કેસ ગણાય તેમાંથી એકપણ ડિસ્ચાર્જ ન થઈ શકે.

આ આંકડાઓમાં કેટલું તથ્ય છે તે ચકાસવા ભાસ્કરની ટીમે મહાનગરપાલિકા વિસ્તારની તા.19થી 27 સુધીની ગણતરી કરતા 1108 નવા પોઝિટિવ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તા.18થી 26 સુધીમાં 214 નવા કેસ આવ્યા છે. આ બંનેનો સરવાળો 1322 થાય છે અને 10 દિવસ ન થયા હોવાથી બધા એક્ટિવ કેસ ગણાય જોકે મનપાની યાદીમાં એક્ટિવ કેસ 728, જ્યારે ગ્રામ્યમાં 147 સહિત કુલ 875 જ બતાવે છે એટલે કે 9 દિવસમાં જે કેસ આવ્યા તેના કરતા પણ 447 દર્દી ઓછા છે. જે ગંભીર દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેમની તો ગણતરી પણ કરાઈ નથી.

આ સાથે વધુ એક વખત સ્પષ્ટ થયું છે કે, કોરોનાના કોઇપણ આંક જાહેર કરવામાં આરોગ્ય તંત્ર પારદર્શક રહેતું નથી કોઇને કોઇ ગૂંચવાડો જ હોય છે જેથી આંકડાઓ સરભર થતા નથી. આરોગ્ય તંત્ર સમક્ષ આ જ સવાલ છે કે છેલ્લા 9 દિવસમાં જે કેસ આવ્યા તેના કરતા પણ એક્ટિવ કેસ ઓછા કેમ જાહેર કરાયા છે?

ચેક કરાવી લઉં છું : ઈન્ચાર્જ અધિકારી
કોઇ પોઝિટિવ વ્યક્તિને ક્યારે ડિસ્ચાર્જ જાહેર કરાય છે તે મામલે ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ‘જે વ્યક્તિ પોઝિટિવ આવે તેને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ જાહેર કરાય છે.’ ત્યારબાદ તેમને આંકડા અપાયા હતા કે જો એવી સ્થિતિ હોય તો તા. 26 માર્ચની સ્થિતિએ છેલ્લા 9 દિવસમાં જે કેસ આવ્યા છે તે આંક કરતા એક્ટિવ કેસનો આંક ઓછો શા માટે આવી રહ્યો છે તો જવાબ આપ્યો કે ‘ચેક કરાવી લઉં છું શું મામલો છે’.

18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપો : ચેમ્બર
બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવે તેવી રજૂઆત રાજ્ય અને કેન્દ્ર સરકારને ચેમ્બરે કરી છે. 1 એપ્રિલથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવામાં આવે તો કેસ ઘટી શકે.

રાજકોટમાં કોરોનાના સૌથી વધુ 172 કેસ નોંધાયા, વધુ 6ના સારવાર દરમિયાન મોત
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા હવે ઓલટાઈમ હાઈ પર આવી ગઈ છે. છેલ્લે 27 સપ્ટેમ્બરે શહેરમાં 112 અને ગ્રામ્ય વિસ્તારમાં 59 સાથે કુલ 171 કેસ નોંધાયા હતા જે સૌથી વધુ હતા પણ તા.27 શનિવારે આ રેકોર્ડ તૂટ્યો છે, શહેરમાં 145 અને ગ્રામ્યમાં 27 સાથે કુલ કેસ 172 નોંધાયા છે. રાજકોટ તંત્રે જાહેર કરેલા આંક મુજબ શનિવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

બે દિવસમાં કુલ 14નાં મોત નીપજ્યા છે તેમાંથી 4નાં મોત પાછળ કોવિડ જવાબદાર હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સાંજ સુધીમાં કુલ 617 દર્દીઓ હોસ્પિટલાઈઝ હતા જેમાંથી 228ની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે તંત્રના ચોપડે એક્ટિવ કેસ 883 જ છે. આ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 25835 થઈ છે અને ઝડપથી આ આંક વધી રહ્યો છે.

તંત્રે જાહેર કરેલા એક્ટિવ કેસ
તા. 27ની સ્થિતિએ મનપા વિસ્તારમાં 728 એક્ટિવ કેસ જેમાંથી 446 હોમ આઈસોલેટ ,તા. 26ની સ્થિતિએ રાજકોટ ગ્રામ્યમાં 147 એક્ટિવ કેસ જેમાંથી 93 હોમ આઈસોલેટ

રાજકોટમાં 9 દિવસમાં આવેલા કેસની યાદી

તારીખશહેરગ્રામ્ય
18-15
1911517
208131
2110921
2212626
2311723
2413034
2514622
2613925
27145-
કુલ1108214

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો