ફૂડશાખાનું મેનુ બદલાયું:છેલ્લા 3 વર્ષમાં ઈમ્પિરિયલ હોટેલના મનપાએ વખાણ જ કર્યા, અચાનક જ ‘ગંદકી’ બહાર આવી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રેસ્ટોરેન્ટમાં હોય તેવી ગંદકી ઇમ્પિરિયલ હોટેલના રસોડામાં જોવા મળી હતી. - Divya Bhaskar
સામાન્ય રેસ્ટોરેન્ટમાં હોય તેવી ગંદકી ઇમ્પિરિયલ હોટેલના રસોડામાં જોવા મળી હતી.
  • રાજકીય પવનોએ દિશા બદલતા ફૂડશાખાનું મેનુ બદલાયું
  • પ્લાસ્ટિક મુક્તિ ઝુંબેશમાં મનપાના અધિકારીઓએ હોટેલનું નામ લખી ‘પ્રેરણાદાયી’ ગણાવી હતી

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડશાખાએ ઈમ્પિરિયલ હોટેલમાં ચેકિંગ કરીને નોટિસ ફટકારી છે. આમ તો આ હોટેલ ઘણા વર્ષોથી કાર્યરત છે પણ આટલા સમયમાં કદી હોટેલમાં ફૂડ મામલે કોઇ વખત ફરિયાદ નથી આવી. છેલ્લા 3 વર્ષમાં માત્ર એક જ વખત ત્યાં ચેકિંગ કરવા હિંમત કરાઈ હતી અને તેમાં નીલ રિપોર્ટ જ આવ્યો હતો. બીજી વખતના ચેકિંગમાં ભોપાળા છતા થયા છે.

રાજ્યના રાજકારણમાં સૂર બદલાતા તેની સૌથી વધુ અસર રાજકોટમાં વર્તાઈ રહી છે. ત્રણ વર્ષ પહેલા પ્લાસ્ટિક મુક્તિ ઝુંબેશ ચાલુ થઈ હતી ત્યારે મનપાની ફૂડશાખાએ માત્ર આ જ હોટેલની નોંધ લીધી અને લખ્યું હતું કે ‘ઇમ્પિરિયલ પેલેસમાં તપાસ કરતા ત્યાં પ્લાસ્ટિકને બદલે પેપર બેગ, પેપર સ્ટ્રો, પેપર કપ, પાર્સલ માટે પેપરના ખોખા તેમજ કાપડની થેલીઓનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે, જે અન્ય તમામ વ્યવસાયિક સંસ્થાઓ માટે પ્રરણાદાયી છે.’

ઈમ્પિરિયલની સાથે બીજી બે હોટેલના આ રીતે વખાણ કર્યા હતા. ત્યારબાદ કોરોનાકાળ આવ્યો હતો તેમાં પણ ઈમ્પિરિયલ હોટેલમાં જઈને ત્યાં થર્મલ સ્ક્રીનિંગ સહિતના પ્રોટોકોલનું પાલન થતું હોવાનું નોંધ્યું હતું. આ રીતે ત્રણ વર્ષમાં એકપણ વખત હોટેલના રસોડામાં કદી ગંદકી દેખાઇ ન હતી. પણ હવે આ ગંદકી બહાર લાવવા માટે કોઇ વાનગીઓ જ મેદાનમાં ન હતી ફૂડશાખાએ પોતાનું મેનુ બદલાવી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...