તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ મહાપાલિકાનો રણસંગ્રામ:કોંગ્રેસમાં કકળાટ યથાવત્, છેલ્લી 15 મિનિટમાં 3 ઉમેદવાર બદલાયા

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
મનિષાબાએ કેક કાપી પછી ટિકિટ કપાઈ - Divya Bhaskar
મનિષાબાએ કેક કાપી પછી ટિકિટ કપાઈ
 • મહિલા પ્રમુખે કહ્યું, ‘પક્ષને નુકસાન કરાવી ભાજપને ફાયદો કરાવો છો, ઉઘાડા પાડીશ’

સવારે ફોર્મ ભરવાનો સમય શરૂ થયો ત્યારે જ વોર્ડ નં. 13માં ફોર્મ ભરવા માટે વિજયસિંહ જાડેજા (ચાંદલી) પહોંચ્યા હતા. કોંગ્રેસે તેમને અને આદિત્યસિંહ બંનેને ફોર્મ ભરવા માટે કહ્યું હતું અને છેલ્લે મેન્ડેટ પરથી નક્કી થશે કે કોણ લડશે. જોકે તેઓએ આવીને જ નિવેદન આપ્યું કે, રમત રમાડવાના હોય તો તેમાં રસ નથી જ્યાં સુધી ટિકિટ કન્ફર્મ નહિ થાય ત્યાં સુધી ફોર્મ ભરશે નહીં. આદેશ ન આવે તો શું કરશો તેવા પ્રશ્નમાં ‘કોંગ્રેસને નવા જૂનીનાં એંધાણ સાથે ભોગવવાની તૈયારી રાખવી પડશે’ તેવી ચીમકી આપી હતી. આખરે વિજયસિંહને બદલે આદિત્યસિંહ ગોહિલના નામનું મેન્ડેટ આવતા તેમણે ફોર્મ ભર્યું હતું.

બંને વચ્ચે હાથોહાથની જામી પડશે તેવી ભીતિ લાગતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ગમે ત્યારે માહોલ બગડે તેવાં એંધાણ પણ વર્તાઈ રહ્યા હતા જોકે આદિત્યસિંહે ફોર્મ ભરતાં જ વિજયસિંહે ‘વિસ્તારમાં જોઇ લઇશું’ તેમ કહી ટેકેદારો સાથે રવાના થઈ ગયા હતા. બપોરના સમયે કોંગ્રેસના વોર્ડ નં. 3 અને પછી વોર્ડ નં. 2ના ઉમેદવારો નિમિષાબેન રાવલ, અતુલ રાજાણી, યુનુસ જુણેજા અને મનિષાબા વાળા ટેકેદારો સાથે આવ્યા હતા. તેમના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થઈ ત્યાં શહેર પ્રમુખ અશોક ડાંગર આવ્યા હતા અને મનિષાબા વાળાને બદલે મેન્ડેટમાં દિવ્યાબાનું નામ નીકળ્યું હતું અને તેમનું ફોર્મ ભરાયું હતું.

2:55 મિનિટ એટલે કે સમય મર્યાદાના 5 મિનિટ પહેલા જ ટિકિટ કપાતા મનિષાબા વિફર્યા હતા અને કચેરીમાં જ કોંગ્રેસી આગેવાનો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ‘તેમના જ નામનું મેન્ડેટ આવ્યું હતું પણ જે લોકો મેન્ડેટ લઈ આવ્યા તેમણે મારું મેન્ડેટ ફાડી નાખ્યું અને કોરા મેન્ડેટ પર બીજા ઉમેદવારનું નામ લખ્યું હતું. કોંગ્રેસમાં રહીને ભાજપને વરેલા જ કેટલાક પક્ષને નુકસાન કરે છે અને હું પક્ષમાં રહીને તેમને ઉઘાડા પાડીશ.’ ભારે વિવાદ વચ્ચે દિવ્યાબાએ વોર્ડ નં.2માંથી ઉમેદવારી નોંધાવી હતી.

મનિષાબા વાળાનો વિવાદ ચાલુ હતો એ વખતે જ વોર્ડ નં.14ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ચૂકેલા માણસુર વાળાના નામનું મેન્ડેટ નહિ આવતા ત્યાં પણ માહોલ ગરમાયો હતો. માણસુર વાળાની સાથે જ આવેલા મયૂરસિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા તેમણે અંતિમ ક્ષણે ઉમેદવારી નોંધાવી હતી. મનિષાબા અને માણસુર વાળા છેલ્લી ઘડીએ કપાતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ ચોક્કસ ઇરાદા સાથે એક જ જ્ઞાતિના બંનેના નામ કાપ્યાના આક્ષેપો થયા હતા. 72 ઉમેદવારોની ટિકિટ જાહેર કરવામાં પણ પ્રદેશ કોંગ્રેસે ભારે સસ્પેન્સ રાખ્યું હતું અને જયારે નામ જાહેર કરાયા ત્યારબાદ અનેક વોર્ડમાં ડખા થયા હતા.

મનિષાબા વાળા ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમના માટે કેક આવી હતી. આજે તેમનો જન્મદિવસ હોવાનું કાર્યકરોએ કહ્યું હતું. પેનલ ઉમેદવારો સાથે તેઓએ કેક કાપી ફોર્મ ભરવા ગયા હતા અને ફોર્મ જમા થયું ત્યાં છેલ્લી ઘડીએ બીજા ઉમેદવારનું નામ આવ્યું અને તેમની ટિકિટ જ કપાઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો