તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The General Meeting Of District Panchayat In Rajkot, The Planning Of Grant Of Rs. 1702 Lakh Of Finance Commission Will Be Approved, Seat Wise Grant Will Be Allotted.

બેઠક:રાજકોટમાં જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાણાપંચની રૂ.1702 લાખની ગ્રાંટના આયોજનને મંજુરી, બેઠકવાઈઝ ગ્રાંન્ટની ફાળવણી કરાશે

રાજકોટ9 દિવસ પહેલા
36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે
  • સેનિટેશનના કામ માટે રૂ.466 લાખની ફાળવણી કરાઈ
  • 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે

રાજકોટ જિલ્લામાં પેટાચૂંટણીના માહોલ વચ્ચે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને મળેલી આજની સામાન્ય સભામાં નાણાપંચની ગ્રાન્ટની જિલ્લા પંચાયતની તમામ 36 બેઠક વાઇઝ ફાળવણીની જાહેરાત કરવામાં આવી નથી. જસદણ તાલુકાની બે બેઠકની પેટાચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી આચારસંહિતાના કારણે આ જાહેરાત મુલતવી રાખવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ સભ્યોને વિશ્વાસમાં લઈને બેઠકવાઈઝ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

સેનિટેશનના કામ માટે રૂ.466 લાખની ફાળવણી કરાઈ
આ બેઠકમાં રૂ.1702 લાખની ગ્રાન્ટ માં પીવાના પાણી માટેની ટાઈડ ગ્રાન્ટ પેટે રૂ.459 લાખ, સેનિટેશનના કામ માટે ટાઈડ ગ્રાન્ટમાંથી રૂ.466 લાખ અને અનટાઈડ ગ્રાન્ટ પેટે રૂ.777 લાખની ફાળવણી નાણા પંચ દ્વારા કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા અર્જુન ભાઈ ખાટરીયાએ સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું હતું કે, બેઠકવાઈઝ ફાળવણી ભલે મોડી જાહેર થાય પરંતુ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આ વાતને મુદ્દો બનાવવામાં ન આવે તે પણ જરૂરી છે.

વિરોધ પક્ષના નેતા અર્જુન ભાઈ ખાટરીયા
વિરોધ પક્ષના નેતા અર્જુન ભાઈ ખાટરીયા

કેશ ડોલ્સની રાહત તાત્કાલિક આપવી જોઈએ : વિપક્ષી નેતા
વધુમાં વિપક્ષી નેતાએ લોધીકા તાલુકામાં સર્જાયેલી ખાના ખરાબીની વિગતો આપી જણાવ્યું હતું કે,લોધીકા વિસ્તારના ખેડૂતોને તાત્કાલિક સહાય આપવામાં આવે,પશુઓના મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક સહાય ચૂકવાઇ જાય અને ઘરવખરી ગુમાવી હોય તેવા પરિવારોને કેશ ડોલ્સની રાહત તાત્કાલિક આપવી જોઈએ.

36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે. જેમાંથી બે સભ્યનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થતાં બે બેઠક ખાલી પડી છે. જસદણના શિવરાજપુર અને સાણથલી બેઠક માટે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી વિપક્ષે સામાન્ય સભા સામે સવાલ ઉઠાવ્યા હતા.

વિપક્ષે સામાન્ય સભા સામે સવાલ ઉઠાવ્યા હતા
વિપક્ષે સામાન્ય સભા સામે સવાલ ઉઠાવ્યા હતા

કારોબારી બેઠક પેટાચૂંટણીના પરિણામ બાદ મળશે
ચૂંટણીવાળી બેઠક પરના મતદારોને આકર્ષવા સામાન્ય સભા મળતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સામાન્ય સભા સ્થગિત કરવા ડીડીઓને રજૂઆત કરી હતી. ત્યારે આજે મળનારી સામાન્ય સભાને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાનો ભંગ ન થાય તે રીતે સભા મળશે. શિવરાજપુર અને સાણથલી બેઠક અંગે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. બીજી તરફ 20મી સપ્ટેમ્બરે મળનારી કારોબારી બેઠક હવે પેટાચૂંટણીના પરિણામ બાદ મળશે.