તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની ડિમાન્ડ બદલાઈ:કોરોનાની પહેલી લહેરમાં લોકોએ ઘરે શાકભાજીના રોપાનું વાવેતર કર્યું, બીજીમાં આયુર્વેદિક ઔષધિ તરફ વળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ગિલોય, તુલસી, ફુદીનો, અરડૂસીના પ્લાન્ટની ડિમાન્ડ

ગત વર્ષે કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારે સમય પસાર કરવા અને તાજું અને સ્વચ્છ શાકભાજી મળી રહે તે માટે લોકો કિચન ગાર્ડનિંગ તરફ વળ્યા હતા. આ સમયે સૌથી વધુ શાકભાજી અને ફળ આપતા પ્લાન્ટનું વધુ વાવેતર કર્યું હતું. કોરોનાની બીજી લહેર બાદ પ્લાન્ટેશનમાં પરિવર્તન જોવા મળ્યું છે. હાલના સમયે લોકોએ પોતાના ઘરમાં આયુર્વેદિક ઔષધિનું વાવેતર કરવાનું વધુ પસંદ કર્યું છે. જેમાં તુલસી, અરડૂસી, ગિલોય, ફુદીનાના પ્લાન્ટની સૌથી વધુ ડિમાન્ડ છે.

આ અંગે વધુ માહિતી આપતા કિચન ગાર્ડનિંગ કરતા નવનીતભાઈ અગ્રાવત જણાવે છે કે, કોરોનાની બીજી લહેરમાં લોકો પ્રકૃતિ,પર્યાવરણ અને પ્રાણવાયુ આ બધાનું મહત્ત્વ સમજ્યા છે. જેથી કરીને દરેક ઉંમરના લોકો કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ અંદાજિત 1 હજારથી વધુ લોકોએ પોતાના ઘરે, ઓફિસ, ગાર્ડનમાં આયુર્વેદિક ઔષધિનું વાવતેર કર્યું છે. આયુર્વેદિક ઉપરાંત મેડિસિન પ્લાન્ટેશનની પણ એટલી જ ડિમાન્ડ છે. કોરોના પછી રાજકોટમાં 500થી વધુ લોકો કિચન ગાર્ડનિંગ તરફ વળ્યા છે.

બાયોડિગ્રેડેબલ પદ્ધતિથી વાવેતરનો નવો ટ્રેન્ડ શરૂ થયો
કિચન ગાર્ડનિંગમાં પહેલા લોકો કુંડામાં માટી નાખીને પ્લાન્ટેશન કરતા હતા, પરંતુ હવે ઓછી જગ્યામાં વધુ વાવેતર થઈ શકે અને નકામી ચીજવસ્તુનો ઉપયોગ થઇ શકે તે માટે બાયોડિગ્રેડેબલ પદ્ધતિનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.જેમાં ખાલી લીલા નાળિયેર, શણના કોથળા, પ્લાસ્ટિકની બોટલ, ખાલી વાસણ વગેરેમાં હવે વાવેતર થાય છે. આમનો બીજો ફાયદો એ થાય છે કે, વેસ્ટ મટિરિયલ્સનો ઉપયોગ થઇ શકે છે અને એ રિસાઇક્લિંગ પણ થઇ શકે તેમ મીનાબેન પટેલ જણાવે છે. આ પદ્ધતિમાં કાગળનો પણ વપરાશ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...