મૂક ક્રિકેટ:રાજકોટમાં ઓલ ગુજરાત બધિરોની ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલમાં સુરતના મુક બધીરોએ ચોગ્ગા છગ્ગાથી અમદાવાદને હરાવ્યું

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજેતા ટીમ - Divya Bhaskar
વિજેતા ટીમ
  • રાજકોટ બધિર મંડળ દ્વારા રાજ સમઢીયાળા ખાતે ટી-20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટના સરધાર નજીક આવેલ રાજસમઢીયાળા ગામમાં બીજી ઓલ ગુજરાત ટી-20 ક્રિકેટ ચેમ્પીયનશીપ ઓફ ધ ડેફ રમાઇ હતી. જેમાં અમદાવાદ સામે સુરતની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઇ હતી અને તેમાં સુરતની ટીમે જીત હાસિલ કરી હતી.

17 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા
અમદાવાદ અને સુરત વચ્ચેની ફાઇનલ મેચમાં પ્રથમ દાવ દરમિયાન અમદાવાદ ટીમે 17 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા જેની સામે સુરતની ટીમે મેદાનમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી 15 ઓવરમાં 103 રન બનાવી ફાઇનલ મેચમાં જીત મેળવી હતી. ફાઇનલ મેચ દરમિયાન સુરતના બધિર બેટ્સમેન શાહિદ લાકડાવાળાએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા મદદથી 26 બોલમાં 35 રન ફટકારી સુરતને 5 વિકેટે જીત અપાવી હતી.

મહેસાણાની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ
ગુરુવારે અમદાવાદની બહેરા મૂંગા મિત્ર મંડળની ટીમે 157 રન કર્યા બાદ દાહોદની ટીમ 10 ઓવરમાં જ 74 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જયારે સુરતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 158 રન કરી 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે મેચમાં ભારે રસાકસી બાદ મહેસાણા બધીર મંડળની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.