તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In The Festival Of Paryushana, The Ascetics Will Chant Before The Lord In The Upashraya, Discourses Of The Saints And Religious Competitions Will Be Held.

શનિવારથી પર્યુષણ પર્વનો પ્રારંભ:પર્યુષણ પર્વમાં તપસ્વીઓ ઉપાશ્રયમાં ભગવાન સન્મુખ જપ-તપ કરશે, સંતોના પ્રવચન-ધાર્મિક સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગયા વર્ષે જૈનોએ ઘેરબેઠા આરાધના કરી, આ વર્ષે ઉપાશ્રયોમાં આયોજન

ગયા વર્ષે કોરોના મહામારીને કારણે જૈનોએ પર્યુષણ પર્વ ઘેરબેઠા જ મનાવ્યો હતો, ત્યારે આગામી તારીખ 4ને શનિવારથી શરૂ થતા જૈનોના પર્યુષણ પર્વ આસ્થાભેર ઉજવાશે. આ વર્ષે તપસ્વીઓ ઘેરબેઠા તપસ્યા કરવાને બદલે ઉપાશ્રયમાં જઈને ભગવાન સન્મુખ થઇને જપ-તપ-આરાધના કરી શકશે.

શહેરના તમામ ઉપાશ્રયો પર્યુષણ પર્વ દરમિયાન મહદંશે આખો દિવસ ખુલ્લા રહેશે. સંતોના પ્રવચન પણ આ વર્ષે પ્રત્યક્ષ રીતે યોજાશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં આઠ દિવસ જૈનો મહાવીરમય બનશે. 3 સપ્ટેમ્બરથી દેરાવાસીઓના જ્યારે 4 સપ્ટેમ્બરથી સ્થાનકવાસીઓના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. તારીખ 11મીને શનિવારે સવંત્સરી મહાપર્વનો દિવસ છે.

ઉપાશ્રયોમાં આવી રીતે કરાશે વિવિધ ઉજવણીના કાર્યક્રમો

 • તપસ્વીઓ ઘરને બદલે ઉપાશ્રયમાં જપ-તપ-આરાધના કરી શકશે.
 • સાધુ-સાધ્વીજીઓના આધ્યાત્મિક પ્રવચન પ્રત્યક્ષ રીતે યોજાશે.
 • ઉપાશ્રય-દેરાસરોમાં દરરોજ સાંજે પ્રતિક્રમણ થશે.
 • ભાવિકો ભગવાન સન્મુખ પ્રાર્થના, પ્રતિક્રમણ કરી શકશે.
 • હોલની કેપેસિટીના 50% ભાવિકોને પ્રવેશ અપાશે.
 • 50થી વધુ ઉપાશ્રય-દેરાસરો આખો દિવસ ભાવિકો માટે ખુલ્લા રહેશે.
 • 11મીએ સંવત્સરી પર્વ નિમિત્તે દરેક દેરાસરોમાં વિવિધ કાર્યક્રમો- સ્પર્ધાઓ યોજાશે.
 • આ વર્ષે જાહેર કાર્યક્રમ યોજી સમૂહ પ્રતિક્રમણને બદલે દરેક ઉપાશ્રયોમાં જ થશે.

જાહેર કાર્યક્રમ નહીં થાય, દરેક ઉપાશ્રયમાં યોજાશે
અમારી પરંપરા મુજબ સવારે પ્રાર્થના, પછી દોઢ કલાકનું વ્યાખ્યાન થશે, ત્યારબાદ જાપ થશે પછી બહેનોના વિવિધ કાર્યક્રમો થશે. સાંજે 7 વાગ્યાથી પ્રતિક્રમણ શરૂ થશે. ગાઈડલાઇન પ્રમાણે હોલના 50 ટકાની મર્યાદામાં પ્રવેશ અપાશે. > ચંદ્રકાંતભાઈ શેઠ, જૈન અગ્રણી

અન્ય સમાચારો પણ છે...