તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ક એથિક્સ:મહામારીમાં રાજકોટની મહિલાઓએ ગૃહઉદ્યોગ શરૂ કર્યો, કામ વખતે વાતો નહીં કરવાનો નિયમ

રાજકોટએક મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
  • મહિલાઓ ખાખરા બનાવીને જાતે જ માર્કેટિંગ સહિતનું કામ કરે છે

રાજકોટમાં ઘરે રહીને ઈમિટેશનનું નાનું-મોટુ કામ કરતી બહેનો પાસે કોરોનાની પહેલી લહેર વખતે કોઈ કામ ના વધ્યુ ત્યારે તેઓ નિરાશ ના થઈ. પરંતુ પોતાની આવડત અને કોઠાસૂઝથી ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. જ્યારે ગૃહઉદ્યોગ શરૂ કર્યો ત્યારે પાંચ જ બહેનો હતી અને અત્યારે કુલ 25 બહેનો ખાખરા બનાવીને રોજીરોટી મેળવી રહી છે અને પરિવારજનોને પણ મદદરૂપ થઈ રહ્યા છે. કામ-કાજની સાથે- સાથે પરિવારને પૂરતો સમય આપી શકાય તે માટે તેઓ દિવસના માત્ર ચાર કલાક જ કામ કરે છે અને બાકીનો સમય પરિવાર સાથે ગાળે છે.જો કે આ ચાર કલાક દરમ્યાન કામ કરતી વેળાએ એક પણ બહેનો બિનજરૂરી વાતચિત કરતી નથી.

ભજન- ધાર્મિક ગીત વગાડવામાં આવે છે.જેથી કરીને કામકાજનું સ્થળ પવિત્ર અને શાંત રહે. ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલબેન દવે જણાવે છે કે, આ ગૃહઉદ્યોગની શરૂઆત કોરોનાની પ્રથમ લહેર બાદ કરવામાં આવી છે. ખાખરા બનાવવાથી લઈને તેના માર્કેટિંગની જવાબદારી આ બહેનો જાતે જ સંભાળે છે.

ઘરે ઝઘડો થયો હોય તો કામ પર નહીં આવવું એવો પણ નિયમ!
બહેનોનું સ્વાસ્થય સારુ રહે તે માટે કેટલાક નિયમો બનાવાવમાં આવ્યા છે.જેમાં બહેનોએ ફરજિયાત શનિ- રવિવાર રજા રાખવાની. દિવસના ચાર કલાક કામ કરવાનું. બાકીનો સમય પરિવાર સાથે ગાળવાનો. જો ઘરના કોઈ સભ્યો કે આજુબાજુમાં રહેતા કોઈ પણ સાથે ઝઘડો થયો હોય તો કામ કરવા આવવાનું નહિ. માસિક ધર્મ દરમ્યાન બહેનોને આરામ મળે તે માટે માસિક ધર્મના દિવસો દરમ્યાન પણ ફરજીયાત ઘરે રહેવાનુ અને આરામ કરવાનો. તેમજ કામકાજ દરમ્યાન વાતો નહિ કરવાની પરંતુ ધાર્મિક ગીત- સંગીત અને ભજન સાંભળવા કે ગાવાના.

અન્ય સમાચારો પણ છે...