તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમ્પલ કાંડ:ખુલાસામાં THOએ MOનો વાંક કાઢ્યો, બે દી’માં પોલીસ ફરિયાદ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખોટા નિવેદન લેવા મુદ્દે ખુલાસો જ ન કર્યો
  • THOએ કહ્યું, જવાબદારી અર્બન હેલ્થ ઓફિસરની હતી

પોઝિટિવિટી રેટ ઓછો બતાવવા તેમજ ટાર્ગેટ પૂરો કરવા માટે દર્દીઓના સેમ્પલ લેવાને બદલે ખોટા નામ અને આરોગ્યકર્મીઓના મોબાઈલ નંબર નાખી સ્વેબ વગર જ ટ્યૂબ લેબમાં મોકલી નેગેટિવ રિપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. આ પર્દાફાશ બાદ જસદણના અધિકારીઓએ ખોટાને સાચું સાબિત કરવા ખોટા નિવેદનો લઈને વધુ એક કૌભાંડ આચર્યું હતું જેનો પણ ભાસ્કરે ભાંડાફોડ કર્યો હતો. આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર બંનેને નોટિસ ફટકારાઈ હતી જેના જવાબમાં ક્યાંય ખોટા નિવેદનનો ઉલ્લેખ બંને તબીબોએ કર્યો ન હતો.

તાલુકા આરોગ્ય અધિકારી ડો.ધવલ ગોસાઈએ પોતાના જવાબમાં સીધા જ અર્બન હેલ્થ ઓફિસર પર વાંક કાઢ્યો હતો. તેણે જવાબમાં લખ્યું હતું કે, પાલિકા વિસ્તાર હોવાથી તમામ જવાબદારી અર્બન હેલ્થ ઓફિસર ડો. અફઝલ ખોખરની બને છે. સેમ્પલ ક્રોસ ચેક કરવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની હોય છે તે મામલે કહ્યું કે, જ્યારે ખોટા સેમ્પલ લેવાયા ત્યારે તેઓ વીરનગર કોવિડ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા હતા તેથી કામના ભારણને કારણે ચેક થયા નથી અને બેદરકારી બદલ ક્ષમા માગી હતી. ડો. અફઝલ ખોખરે પણ કામગીરીનું ભારણ હોવાનું કહીને સેમ્પલ ન ચેક કરવા મામલાની બેદરકારી કબૂલી હતી. જોકે બંનેમાંથી કોઇએ નથી જણાવ્યું કે, ખોટા નિવેદન લેવાયા તેમાં શું હકીકત છે આ કારણે જિલ્લા આરોગ્ય વિભાગ ખાતાકીય તપાસ શરૂ કરી છે. જ્યારે ખોટા નિવેદન લેવા મામલે 3 આરોગ્યકર્મીની સંડોવણી સીધી ખૂલી છે. આ મામલે 2 દિવસમાં પોલીસ ફરિયાદ નોંધાવાશે.

ફરિયાદમાં આ મુદ્દાઓ ધ્યાને લેવાશે

  • સેમ્પલ ખોટા લઈને જનઆરોગ્યને જોખમમાં મૂકવા બદલ એપિડેમિક એક્ટ હેઠળની કલમ
  • લોક ઉપયોગી સરકારી સંપત્તિ એવી કિટનો વ્યય કરી સરકારી નાણાંનો વેડફાટ
  • ખોટા નિવેદન લઈ તપાસનીશ સરકારી વિભાગના અધિકારીને ગેરમાર્ગે દોર્યા
  • ખોટી સહીઓ કરી નકલી દસ્તાવેજો ઊભા કર્યા, સરકાર સાથે છેતરપિંડી
અન્ય સમાચારો પણ છે...