તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
11 મે વર્લ્ડ ટેક્નોલોજી દિવસ છે. રાજકોટ મહાનગરપાલિકામાં ટેક્નોલોજીના ઉપયોગનો પ્રારંભ 1989-90ના વર્ષમાં એક કમ્પ્યૂટરથી થયો હતો. આ કમ્પ્યૂટર ઓપરેટ કરવા માટે બે કામ ચલાવ કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા. આજે રાજકોટ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. જમીનમાં રહેલી તમામ પાઇપલાઇન, કેબલ સરવે માટે જીઆઇએસ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. 5 વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં લોકોની લાઇનો જોવા મળતી પરંતુ હવે લોકો પોતાના મોબાઇલ અને કમ્પ્યૂટરની મદદથી મનપાની એક ડઝનથી વધુ સેવા મેળવી રહ્યા છે. જન્મમરણના દાખલા, લગ્ન નોંધણી, ટાઉન પ્લાનિંગની જુદીજુદી કામગીરી, મિલકત વેરો, પાણી વેરો, વાહન વેરા સહિતના ટેક્સ, સ્વિમિંગ પૂલના માત્ર ફોર્મ લેવા માટે મનપામાં લાંબી લાઇનો જોવા મળતી હતી, પરંતુ આજે આ તમામ કામગીરી ઓનલાઇન એક ક્લિકથી મળી રહે છે. લોકોને કોઇ ફરિયાદ હોય તો 11 વર્ષ પહેલા મનપામાં રૂબરૂ જવું પડતું હતું, પરંતુ 2008-09માં રાજ્યની પ્રથમ કોલ સેન્ટરની શરૂઆત કરી અને આજે અહીં વર્ષે બે લાખથી વધુ લોકો પોતાને પડતી મુશ્કેલીની ફરિયાદ કરી રહ્યા છે અને તે હલ થાય ત્યારે તેમને એસએમએસથી માહિતી મળે છે. રાજકોટ શહેરમાં રહેતા પ્રત્યેક લોકોને પોતાના ઘરથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે તમામ વોર્ડ ઓફિસ ખાતે ટેક્નોલોજી પહોંચતી કરી દીધી છે. આગામી દિવસોમાં રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. હોકર્સ ઝોન બહાર ઊભી રહેતી રેંકડી દૂર કરવા સેન્સર, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ પાર્કિંગ પોઇન્ટ સહિતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
મનપાની ટી.પી. શાખામાં આજથી રૂટિન કામગીરી શરૂ
લોકડાઉન 2.0 દરમિયાન શહેરના બાંધકામ ઉદ્યોગને જિલ્લા કલેક્ટરે ચાલુ કરવા મંજૂરી આપી દીધી છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં રૂટિન કામગીરી પણ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ટી.પી. શાખામાં બાંધકામ પ્લાન ઇન્વર્ડ, બાંધકામ પરવાનગી, કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. મનપાના ટીપીઓ એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરીનો સોમવારથી પ્રારંભ થશે. 15 મીટરથી ઓછી ઊંચાઇના બાંધકામને ઓનલાઈન મંજૂરી અપાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.