મનોવિજ્ઞાનમાં માનવીના જીવનની વિવિધ અવસ્થા દર્શાવવામાં આવી છે. જેમાં કિશોરાવસ્થા અને યુવાવસ્થા માનવીના જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ એ ઉંમર છે જ્યાંથી જીવનનું ધ્યેય નક્કી થાય છે. સાથે માનસિક સંઘર્ષ પણ અનુભવાય છે. આકર્ષણની પણ ઉંમર અને સાથે કેરિયર પસંદગીની પણ ઉંમર. આ અવસ્થામાં ઘણા ફેરફાર થતા જોવા મળે છે તેથી પણ એક તણાવ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના મતે 45% યુવાધનનું કહેવું છે દોઢ વર્ષની કપરી પરિસ્થિતિમાં પોતાના જીવન લક્ષ સાધવામાં નબળા પડ્યા છે. તો ડો.ધારા દોશીના મતે યુવાનો ઊંચું લક્ષ્ય રાખવાનું જાણે ભૂલી ગયા હોય છેલ્લા દોઢ વર્ષમાં એવું લાગી રહ્યું છે. 15થી 25 વર્ષના યુવાનો તણાવ અનુભવી રહ્યાં છે.
કિશોરાવસ્થામાં તણાવના કારણો
આજકાલ યુવાનોમાં ધીરજની કમી તથા કૌટુંબિક વાતાવરણથી અણગમો થવો, મિત્રો જ ગમવા, અલગ દુનિયામાં રાચવું, પોતાની જ જીદ અને હઠ સાચી એવા ઘણા ચડાવ ઉતાર જોવા મળે અને જેથી અને ઘણા યુવાનો તણાવનો ભોગ બને છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની નિશા પુરોહિતે કિશોરાવસ્થામાં તણાવના કારણો અને તેનાથી બચવા માટેના મનોવૈજ્ઞાનિક ઉપાયો દર્શાવ્યા છે.
યુવાન અવસ્થાના ફેરફાર
આ અવસ્થામાં છોકરો અને છોકરી બનેમાં શારીરિક ઘણા ફેરફારો જોવા મળે છે. જેનાથી તેમને સમાયોજન સાધવા નવું વર્તન શીખવું પડે છે. જેનાથી તણાવ ઉત્પન થાય છે.
પારિવારીક સંબંધમાં સમાયોજનનો અભાવ
આજકાલના યુવાનો પોતાના ઘરે રહવું તથા ઘરના લોકો સાથે બેસવું તેમજ વાતો કરવી ગમતી જ નથી તથા માતાપિતા તેમની જનરેશનને સમજી શકે તેમ જ નથી તેવું જ લાગે છે. જેથી ઘણા સભ્યો સાથે સમાયોજનનો અભાવ થવાથી યુવાનોમાં તણાવ ઉત્પન્ન થાય છે. ક્યારેક પરિવારમાં સમાયોજન ન થવાથી ખૂબ તણાવ ઉત્પન્ન થવાથી તે આત્મહત્યા પણ કરવા પ્રેરાય છે.
સોશિયલ મીડિયા
આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ખૂબ પ્રભાવ પડી રહ્યો છે. સોશિયલ મીડિયાના લીધે યુવા લોકો પોતાના ઘરના સભ્યો તેમજ મિત્રોથી ઘણા દૂર જતા જાય છે અને માત્ર સોશિયલ મીડિયાના સંબંધોમાં જ રચ્યાપચ્યા રહે છે. ક્યારેક સોશિયલ મીડિયાના લીધે ઘણા ક્રાઇમ થઈ જાય છે. જેથી પણ તણાવ વધે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના લીધે ભણવામાં ધ્યાન ના આપતા ખરાબ પરિણામથી પણ તણાવ ઉત્પન્ન થાય છે.
બેરોજગારી
સ્ત્રી હોય કે પુરુષ જ્યારે 20 કે 25 વર્ષના થાય ત્યારે પોતાને પૈસા કમાવાની ઈચ્છા થાય છે. પણ જો અમુક કારણોસર જ્યારે તેને રોજગારી મળતી નથી ત્યારે ઘર કે સમાજના લોકોની વાતોથી તેમજ ક્યારેક પોતે કંઈ કરી શકતા નથી એવી લાગણીથી તણાવ ઉત્પન્ન થાય છે
સામાજિક નીતિ નિયમના લીધે તણાવ
આજકાલના યુવાનો સમાજના નીતિ નિયમને સ્વીકારવા માગતા જ નથી. અમુક નિયમો એવા હોય કે જેનાથી તેવો ખૂબ તણાવ અનુભવે છે. જેમ કે જ્ઞાતિ બહાર લગ્ન ન કરવાનો નિયમ. આવા ઘણા નિયમના લીધે પણ યુવાનમાં તણાવ ઉત્પન્ન થાય છે.
પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ
આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવાની ફેશન છે જાણે, જ્યારે સમાજ અને માતાપિતા આવું વર્તન તેમજ પહેરવેશમાં રોક લગાવે છે ત્યારે પણ યુવાનોમાં તણાવ ઉત્પન્ન થાય છે.
કાર્યભાર
આ સમયગાળામાં યુવાન અભ્યાસ કરતાં હોય અથવા ભણતા હોય કા તો બને સાથે કાર્ય કરતા હોય છે .આવા સમયે યુવાનોમાં કંઇક કરી બતાવવાની ઈચ્છા હોય છે જેથી અભ્યાસમાં ખૂબ મહેનત કરે છે તેમજ નોકરી કરતાં હોય સાથે તો તેમાં પણ મહેનત કરે છે જેથી પણ તણાવ ઉત્પન્ન થાય છે.
વ્યસનના લીધે તણાવ અને તણાવના લીધે વ્યસન
જ્યારે આ અવસ્થામાં તણાવ ઉત્પન્ન થાય છે ત્યારે યુવાનો પોતાના મિત્રો સાથે તેમજ કોઈ બીજી રીતે વ્યસન ના માર્ગે ચડી જાય છે. તો ક્યારેક વ્યસન ના લીધે પણ તણાવ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યસન થઈ ગયું હોય તો ઘરે વ્યસન કરવાની ના પડે અથવા પૈસા માં મળે ત્યારે પણ તણાવ ઉત્પન્ન થાય છે.
પઝેસીવનેસ
જ્યારે રિલેશનશીપમાં હોય ત્યારે એકબીજાને સમય ના આપી શકવો તેમજ અમુકવાર સામેવાળી વ્યક્તિ બીજા સાથે વાત કરે એ ના ગમવું, તેમજ અમુક રોકટોક, અમુક માગણી વગેરેના લીધે તણાવ ઉત્પન્ન થાય છે. પઝેસિવનેસમાં ક્યારેક પૈસાની અછત તેમજ સમાજનો અસ્વીકારના લીધે પણ તણાવ ઉત્પન્ન થાય છે.
યુવાવસ્થામાં તણાવ દૂર કરવાના ઉપાયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.