• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The Corona Period, When People Were Afraid Of Fake News, Bhaskar Showed The Truth To The People By Telling The Truth To Be True And False To Be False.

વાર્ષિક લવાજમ 2020-21નો ડ્રો:કોરોનાકાળમાં ફેક ન્યૂઝથી લોકો ભયભીત હતા ત્યારે ભાસ્કરે સાચાને સાચું અને ખોટાને ખોટું કહી લોકોને વાસ્તવિકતા બતાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારિવારિક માહોલમાં યોજાયો દિવ્ય ભાસ્કરની રાજકોટ, જૂનાગઢ અને જામનગર આવૃત્તિનો વાર્ષિક લવાજમ 2020-21નો ડ્રો

દિવ્ય ભાસ્કર એક માત્ર એવું અખબાર છે જેમાં માલિકની નહીં પરંતુ વાચકોની મરજી જોવા મળે છે, દિવ્ય ભાસ્કર લોકોના દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી હોય છે, સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનો ભરાવો વધી રહ્યો છે, ત્યારે દિવ્ય ભાસ્કરની વિશ્વસનીયતા સતત વધી રહી છે. કોરોનાકાળમાં જ્યારે ફેક ન્યૂઝથી લોકોમાં ભયનો માહોલ હતો, ખોટી અફવાથી લોકો પરેશાન હતા તેવા સમયે ભાસ્કરે સાચાને સાચું અને ખોટાને ખોટું બતાવી વાસ્તવિકતા રજૂ કરી હતી, તંત્ર જે છપાવવા માગતું હતું તે નહીં પરંતુ છુપાવવા માગતું હતું તે બહાર લાવ્યા હતા, તેવું વાર્ષિક લવાજમ ડ્રો 2020-21માં રાજકોટ એડિશનના એક્ઝિક્યુટિવ એડિટર અર્જુન ડાંગરે કહ્યું હતું.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ચાલુ વર્ષે પણ લવાજમ ડ્રો દિવ્ય ભાસ્કરની સિટી ઓફિસ ખાતે મંગળવારે રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરના મુખ્ય વિતરકબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લેપટોપમાં ક્લિક કરી ભાગ્યશાળી વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. સર્ક્યુલેશનના ગુજરાતના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અનિલસિંહે જણાવ્યું હતું કે, કોરોનાની કપરી સ્થિતિમાંથી આપણે સહુ બહાર આવી રહ્યા છીએ, કોરોનામાં ભયની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કરે પોઝિટિવ સમાચાર આપીને લોકોને ડરથી દૂર રાખ્યા હતા, આ સમયગાળામાં વાચકો અને ભાસ્કર વધુ નજીક આવ્યા એટલે જ લોકો આજે ભાસ્કરને વાચકોનું મિત્ર કહે છે.

સૌરાષ્ટ્રના બિઝનેસ હેડ રૂપેશ સેને જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કર સમચારાની સાથે વાચકોને નોલેજ પણ પીરસે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને પણ ભાસ્કરે ખુલ્લા પાડ્યા છે, જેમણે કોરોનાકાળમાં ભયંકર સ્થિતિ વચ્ચે પણ લોકો સુધી સમયસર અખબાર પહોંચાડ્યું હતું. ગુજરાતના બ્રાન્ડિંગ હેડ અમિત રાઠોડે વિતરકોને સાચા યોદ્ધા ગણાવ્યા હતા તેમણે કહ્યું કે, ગમે તેવી વિસમ સ્થિતિમાં પણ વિતરક રોજ વહેલી સવારે લોકો સુધી સમાચારપત્ર લઇને પહોંચે છે અને લોકોની જાણકારીમાં વધારો થવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. સર્કયુલેશન મેનેજર જગદીશ ચૌબેએ કહ્યું હતું કે, ભાસ્કર હંમેશા બીજાથી અલગ આપે છે. ડ્રોની કામગીરી જયદીપસિંહ પરમાર, વસીમ શાહમદાર, યતીન બોરીસાગર સહિતનાએ સંભાળી હતી.

લક્કી ડ્રોના રાજકોટ-જામનગરના ભાગ્યશાળી વિજેતા
બમ્પર પહેલું ઇનામ : બજાજ એવેન્જર બાઇક

પહોંચ નંબરગ્રાહકનું નામએજન્ટનું નામ
606879નિલેશભાઇ દારેદ્રા (જામનગર)સમીર મહેતા
517463વિવેક જે. લખતરિયા (રાજકોટ)

જગદીશ લખતરિયા

દ્વિતીય ઇનામ : સ્કૂટી

604114વિશાલભાઇ પીઠડિયા (જામનગર)સમીર મહેતા
505673સદગુરુ હેર સલૂન (રાજકોટ)

રજનીકાંત મજેઠિયા

તૃતીય ઇનામ : વોશિંગ મશીન

605788હરેશ કે. ગજરા (જામનગર)સમીર મહેતા
578691અનંતરાય તન્ના (જસદણ)

મારુતિ ન્યૂઝ એજન્સી

581968અતુલભાઇ એમ. દોશી (જેતપુર)

આઇશ્રી ખોડિયાર ન્યૂઝ એજન્સી

512457માકસણા વિપુલભાઇ (રાજકોટ)મહેશ ચાવડા

નોંધ : કોઇપણ પ્રકારની છાપવામાં ભૂલચૂક હશે તો અમારો રેકોર્ડ જે હશે તે પ્રમાણે માન્ય ગણવામાં આવશે. કોઇપણ પ્રકારના વાદવિવાદનો અંતિમ નિર્ણય કાર્યાલય દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...