તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કોરોનાકાળમાં મજૂરીકામ નહિ મળતા શ્રમિકનો ફાંસો ખાઇ લીધો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાધુવાસવાણી રોડ, રાજીવ ગાંધી આવાસમાં બનેલો બનાવ
  • પુત્રના અભ્યાસ માટે લીધેલા નાણાંની ચિંતામાં પ્રૌઢે ઝેર પીધું

કોરોનાની મહામારીથી અનેક લોકોનો ભોગ લેવાયો છે. જ્યારે મહામારીને કારણે લગાવાયેલા લોકડાઉનથી સામાન્ય પરિવારના લોકોના કામધંધા ઠપ થઇ જવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જતા ઘણા લોકોએ આપઘાતનો માર્ગ અપનાવી લીધો છે. આવા જ કિસ્સામાં વધુ એક શ્રમિકે આર્થિક ભીંસથી જિંદગી ટૂંકાવી લીધી છે. અન્ય બનાવમાં પુત્રના અભ્યાસ માટે ઉછીના લીધેલા નાણાં ભરપાઇ કરવાની ચિંતામાં પ્રૌઢે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

બનાવની વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા રાજીવ ગાંધી આવાસમાં રહેતા પ્રકાશભાઇ કાળુભાઇ ચૌહાણ નામના યુવાને તેના ઘરે પંખાના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતકના મોટાભાઇ પ્રદીપભાઇની પૂછપરછમાં પ્રકાશ ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. મજૂરીકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરંતુ આ મહામારીમાં મજૂરીકામ ન મળવાથી તે ગુમસુમ રહ્યા કરતો હતો. દરમિયાન ગુરુવારે સવારે પ્રકાશને ઉઠાડવા તેના રૂમમાં જતા પ્રકાશને લટકતો જોયો હતો. 108ને જાણ કર્યા બાદ રૂમનો દરવાજો તોડી પ્રકાશને નીચે ઉતાર્યો હતો.

108ની તપાસમાં પ્રકાશનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પ્રકાશે આર્થિક સંકડામણથી પગલું ભરી લીધાનું મૃતકના મોટાભાઇ પ્રદીપભાઇએ જણાવ્યું છે.આપઘાતની કોશિશના બનાવમાં રૈયાધાર પ્રધાનમંત્રી આવાસમાં રહેતા જયસુખભાઇ ડુંગરભાઇ વાઘેલા નામના પ્રૌઢે ગેલેક્સી ટોકીઝ પાસે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રદ્યુમ્નનગર પોલીસમથકની પૂછપરછમાં ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં નોકરી કરતા જયસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. એકના એક પુત્રના અભ્યાસ માટે ઉછીના રૂપિયા લીધા હોય દેણું થઇ ગયું હતું. નાણાં ભરપાઇ કેવી રીતે કરી શકશેની ચિંતામાં પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું છે. આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સંચાલિત જુગાર ક્લબ પર દરોડો
શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, વિશ્વકર્મા-18માં ભાડાના મકાનમાં રહેતી ગીતા બલુ મક્કા નામની મહિલાએ જુગાર ક્લબ ચાલુ કરી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગીતા ઉપરાંત હંસા ડાયા ડાવેરા, નારણ કાનજી ટુકડિયા, લાલગર નારદગર મેઘનાથી અને ભરત રૈયા ફાંગલિયાને તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.5120 કબજે કર્યા છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં જુગાર રમતા દીપક હીરા ફાંગલિયા, રામજી ઉર્ફે રામ વજુ ચાવડિયા, વિજય રેવા પરમાર, દેવેન ભૂપત ધોતરેને રોકડા રૂ.4510 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...