બેઠક:સંકલન બેઠકમાં ધારાસભ્યોએ માગ્યા જૂના સાંથણીના હુકમો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંવરજી બાવળિયાએ જસદણ-વીંછિયાને લગતા 15 પ્રશ્ન ઉઠાવ્યા, વસોયાના બે પ્રશ્ન

જિલ્લાના અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો માટે મહિનાના દર ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટર કચેરીએ મળે છે. ચાલુ માસની બેઠકમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ 15 જ્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ બે પ્રશ્ન પૂછ્યા હતા. લલિત વસોયાએ ગોંડલમાં સાંથણીના જૂના હુકમો અંગે પૃચ્છા કરી હતી તેમજ જર્જરિત શાળાઓનો પ્રશ્ન કર્યો હતો આ દરમિયાન ભાદર અને વેણુ નદી પરના ચેકડેમ અંગે તડાપીટ બોલાવી હતી.

ધારાસભ્યે કહ્યું હતું કે, ઘણા ચેકડેમ તૂટેલા છે તે માટે કોન્ટ્રાક્ટ અપાયો છે પણ કોન્ટ્રાક્ટર્સ સિમેન્ટ અને લોખંડના ભાવવધારાને કારણે કામ કરતા નથી કામ છોડી ચાલ્યા ગયા છે તેમને બ્લેક લિસ્ટ કરી દેવા જોઇએ. લલિત કગથરાએ કહ્યું હતું કે, ચેકડેમ બન્યા હોય તેમાં ચેકડેમની ઊંચાઈથી માંડીને મરામતને લગતા પાયાના પ્રશ્નો કરાયા છે માત્ર સુજલામ સુફલામ યોજનાઓના નામથી કામ નહિ થાય તેવો પણ કટાક્ષ કર્યો હતો.

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ સૌથી વધુ 15 પ્રશ્ન કર્યા હતા અને આ પ્રશ્નો વિશે તેમણે કહ્યું હતું કે, સંકલનની બેઠક છે એટલે બે વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે કોઇ મુદ્દો આવે તો તેને મુકવામાં આવે છે કોઇ ફરિયાદ નથી. વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ પાણી માટે કૂવાની વ્યવસ્થા કરી હોય પણ વીજતંત્ર પાવર ન પહોંચાડે તે કારણે પણ પીવાનું પાણી ન મળે તેવું ઉદાહરણ તેમણે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...