તમામ મુદ્દાઓ પેન્ડિંગ:આચારસંહિતામાં 15મીએ મનપાનું બોર્ડ, માત્ર હાજરી પૂરી ‘પૂરું’ કરાશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોક ઠરાવ હોય તો તેના સિવાય કોઇ મુદ્દો લેવાશે નહિ બધું જ પેન્ડિંગ રખાશે
  • દર બે મહિને બોર્ડ બોલાવવું જરૂરી હોવાથી નોંધ કરવા નીકળ્યો એજન્ડા

ચૂંટણીને કારણે હાલ આચારસંહિતા અમલી છે આમ છતાં મહાનગરપાલિકાએ જનરલ બોર્ડ બોલાવ્યું છે જોકે તેમાં કોઇ નિર્ણય નહિ લેવાય અને એજન્ડાના તમામ મુદ્દાઓ પેન્ડિંગ રાખીને બોર્ડ મળ્યું ગણાશે. રાજકોટ મનપાના સૂત્રો જણાવે છે કે, મનપામાં દર બે મહિને બોર્ડ બોલાવવું જરૂરી છે.

ગત બોર્ડને બે મહિના જેટલો સમય થઈ ગયો હોવાથી એજન્ડા નીકળ્યો છે. જોકે આચારસંહિતાને લઈને એકપણ મુદ્દાને બોર્ડમાં પસાર કરી શકાય નહિ તેથી તમામને પેન્ડિંગ રખાશે. જો કોઇ શોક ઠરાવ હોય તો તે પસાર કરી શકાશે આ સિવાય કોઇપણ મુદ્દા નહિ લેવાય. બોર્ડમાં કોર્પોરેટરની હાજરી પૂરાશે અને રેકોર્ડ પર બોર્ડ મળ્યું તેવું નોંધાઈ જશે.

લાઈટહાઉસને ‘જીજાબાઈ ટાઉનશિપ’ કહેવા દરખાસ્ત
દેશમાં અલગ અલગ સ્થળોએ લાઈટહાઉસ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરાયો હતો અને તાજેતરમાં જ લોકાર્પણ કર્યુ છે તેને જીજાબાઇ ટાઉનશિપ નામ આપવા માટે સમાજ કલ્યાણ સમિતિએ ઠરાવ કર્યો છે. આ સિવાય પણ અલગ અલગ આવાસ યોજનાઓના નામકરણનો એજન્ડામાં સમાવેશ કરાયો છે જોકે તમામ મુદ્દા પેન્ડિંગ રહેશે. આ સિવાય રિક્રૂટમેન્ટ રુલ્સમાં ફેરફાર, દુકાનોની હરાજીના દસ્તાવેજ સહિતના મુદ્દાઓ છે.

ગેરલાયક ઠરેલા કોર્પોરેટરોને પ્રવેશ નહિ
કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈને શહેરી વિકાસ વિભાગે પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યા છે. આ બંને કોર્પોરેટર હવે જનરલ બોર્ડમાં હાજર રહી શકશે
નહિ. જોકે આ મામલે તેઓએ કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી કરી છે. આ સાથે હવે વિપક્ષમાં માત્ર બે કોર્પોરેટર છે જેમાં વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી અને મકબૂલ દાઉદાણીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...