કોરોના રાજકોટ LIVE:સંક્રમણ વધ્યું, આજે વધુ 2 દર્દી પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધતા હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા. - Divya Bhaskar
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધતા હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા.
  • એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 200 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં છેલ્લા બે જ દિવસમાં કોરોનાના કેસે ગતિ પકડી છે અને તેમા પણ આજે ફરી 2 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા વિવિધ રોગના આંકડા મનપાએ જાહેર કર્યા છે. જેમાં ઘણા સમય પછી ડેન્ગ્યુનો એક કેસ અને શરદી-ઉધરસના 200 કેસ નોંધાયા છે.શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 63721 પર પહોંચી છે અને એક્ટિવ કેસની સંખ્યા 10 થઈ છે.

આ બંને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી
દુબઈથી સપ્તાહ પહેલા આવેલી 27 વર્ષની યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં જ છે પણ આરોગ્ય શાખાને શંકા છે કે વિદેશથી ભારત સુધીમાં ટ્રાવેલિંગ દરમિયાન કોઇનો ચેપ લાગી ગયો હોઇ શકે. આ ઉપરાંત ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતા 58 વર્ષીય અને ઘંટેશ્વર ગામે રહેતા 62 વર્ષીય બે વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે આ બંને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી.

19,703 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ
રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 10, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. જ્યારે 30મેથી 5 જૂન સુધીમાં એક અઠવાડિયામાં સામાન્ય તાવના 74 અને ઝાડા-ઊલટીના 91 કેસ નોંધાયા છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિ. તમામ સ્તરે પ્રયાસો કરી રહી છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ 30મેથી 5 જૂન દરમિયાન 19,703 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 143 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાધાકૃષ્ણનગર, રાધાનગર, રેમ્બો રેસીડેન્સી, વિશ્વકર્મા સોસા., હરી ઓમ સોસા., લાલબહાદુર સોસા., જવાહરનગર, કોઠારિયા કોલોની, મોચીબજાર, સટ્ટાબજાર, ભીડભંજન, તિલક પ્લોટ, કસ્તુરી રેસીડેન્સી, અપર્ણ એપા., એપલ વૂડ, સ્થાપત્ય લાઇફ, કસ્તુરી કેશલ, કેવડાવડી, ગુલાબ ચોક, પલંગ ચોક વગેરે વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

મચ્છર ઉત્પતિ બદલ 361 વ્યક્તિને નોટિસ
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિ સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 567 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરીનો મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 361 આસામીને નોટિસ આપવામાં આવી હતી.