અસમંજસ:સૌ.યુનિ.એ 100% હાજરીના પરિપત્રમાં શૈક્ષણિક સ્ટાફને વેકેશન હોવા છતાં હાજર થવા ફરમાન જાહેર કર્યું, પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો

રાજકોટ4 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • થોડા દિવસ પહેલા પીજીમાં 10% ફી વધારાનો પરિપત્ર જાહેર કર્યા બાદ પાછો ખેંચ્યો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે છબરડાનું કેન્દ્ર બની હોય તેમ દરરોજ કોઈને કોઈ છબરડા સામે આવ્યા કરે છે. હજુ થોડા દિવસ પહેલા યુનિવર્સિટી દ્વારા પીજીની જુદી જુદી 20થી વધુ પ્રકારની ફીમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુદ્દે હોબાળો થતા અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફી વધારા મુદ્દે યુ-ટર્ન લેતાં આ નિણર્ય પાછો ખેંચ્યો છે.ફીમાં 10% નો વધારો જાહેર કર્યો હતો. ત્યાં આજે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો
હાલ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની 100% હાજરીનો આદેશ થયો છે. જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ કર્મચારીઓની 100 ટકા હાજરીનો પરીપત્ર ગઈકાલે ઈશ્યુ કરી દેવામાં આવ્યો છે. જેમાં આજથી બીનશૈક્ષણિક કર્મચારીઓની સાથે શૈક્ષણિક કર્મચારીઓને 100% હાજરી આપવા ફરમાન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક સ્ટાફને તો હજુ આજ તા.6 સુધીનું વેકેશન છે. છતાં તેમને હાજર થવાનો આદેશ આપતા આ પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

યુનિવર્સીટીની પરીક્ષા મોકૂફ
હાલ કોરોના મહામારીને પગલે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ પણ રદ કરવા આદેશ કર્યો છે. આ અંગે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 15 જૂનથી પીજીના વિદ્યાર્થીઓની અને 21 જૂનથી યુજીના વિદ્યાર્થીઓ સહિત કુલ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાની હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ 15 જૂનના લેવાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. અને હવે સરકારના આદેશ બાદ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ થશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે યુનિવર્સિટીની પીજી, યુજી, એક્સ્ટર્નલ સહિતની ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...