• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The Case Of Corona In The Schools Of Rajkot, The Collector Met With The Education Department And Instructed The Child To Be Tested If He Has Any Symptoms Of Cold Or Cough.

કોરોનાએ જગાડ્યા:રાજકોટની શાળાઓમાં કોરોનાના કેસ આવતા કલેક્ટરે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી, બાળકને શરદી,ઉધરસના લક્ષણો હોય તો ટેસ્ટીંગની સૂચના

રાજકોટએક મહિનો પહેલા
કલેકટર અરૂણ મહેશ બાબુ
  • શાળાઓને ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને શિક્ષણ ચાલુ રાખવા સૂચના અપાઈ

આજે રાજકોટની ચાર સ્કુલોમાં કોરોનાની એન્ટ્રી થઇ જવાના પગલે શૈક્ષણિક જગતમાં ફફડાટ સર્જાયો છે. તેવા સમયે કલેકટર કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જ્યાં કોઈપણ શાળામાં અભ્યાસ કરતા બાળકને શરદી ઉધરસ અને તાવના લક્ષણો હોય તો તુરંત કોરોના ટેસ્ટ કરવાની સૂચના કલેકટરે આપી હતી.

ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને શિક્ષણ ચાલુ રહેશે
આ બેઠકમાં કલેકટરે શાળાઓને ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને શિક્ષણ ચાલુ રાખવાની સૂચના આપી હતી. આ ઉપરાંત કોઇ બાળકને શરદી ઉધરસ અને તાવના લક્ષણો હોય તો પાંચ દિવસ સુધી આઇસોલેટ રાખવા અને જરૂર જણાય તો કોરોના ટેસ્ટીંગ કરવાની સૂચના પણ શિક્ષણ અધિકારીને આપી હતી.

વાલીઓ સંતાનોને સ્કુલ મોકલવામાં ખચકાટ અનુભવે છે
રાજકોટમાં આજે એસ.એન.કે. સહિતની ચારેક સ્કુલોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકને કોરોનાના ચેપ લાગ્યો હોવાનું જાહેર થયું છે. સમગ્ર શિક્ષણ તથા વિદ્યાર્થી જગતમાં ફફડાટ ઉભો થયો છે. ફરી વખત વાલીઓ સંતાનોને સ્કુલ મોકલવામાં ખચકાટ અનુભવે તેવી આશંકા ઉભી થવા લાગી છે. જિલ્લા કલેકટર દ્વારા ચાર સ્કુલોમાં નોંધાયેલા કેસ અને સ્કુલોમાં અભ્યાસ સહિતની પ્રવૃતિમાં કોરોનાના નિયમ પાલન વિશે સમીક્ષા કરી હતી. સાથો સાથ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.