ચારિત્ર્યની શંકાએ મારકૂટ:રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પતિએ ઝઘડામાં આડેધડ ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભગવતીપરાનો બનાવ, ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો
  • વચ્ચે પડેલા 10 વર્ષના પુત્રને પણ ધક્કો મારી પછાડી દીધો

શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાને ચારિત્ર્ય પર શંકા કરી પતિ અવારનવાર મારકૂટ કરતો હતો, બે દિવસ પૂર્વે પતિએ ફરીથી માથાકૂટ કરી આડેધડ ફડાકા ઝીંકતા પરિણીતાના કાનનો પડદો ફાટી ગયો હતો. ઘવાયેલી પરિણીતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભગવતીપરામાં ભૂમિપ્રસાદ કારખાના પાસે રહેતા મીનાબેન ઝારિયા ઉ.વ.29)એ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ વિમલ બાબુ ઝારિયાનું નામ આપ્યું હતું.

તેમના લગ્ન 12 વર્ષ પૂર્વે વિમલ ઝારિયા સાથે થયા હતા અને સંતાનમાં પુત્ર કિશન 10 વર્ષનો છે. પતિના ત્રાસથી કંટાળી અગાઉ મીનાબેને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ગત તા.7ના સવારે 5 વાગ્યે મીનાબેન પોતાના ઘરે સુતા હતા ત્યારે ફરીથી ચારિત્ર્ય પર શંકા કરી પતિ વિમલે તેમનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, મીનાબેન પ્રતિકાર કરી પોતાની જાતને બચાવી હતી.

ઉશ્કેરાયેલા પતિ વિમલે પત્નીને આડેધડ ફડાકા ઝીંક્યા હતા, માતાને બચાવવા પુત્ર કિશન વચ્ચે પડ્યો હતો તો વિમલે તેને પણ ધક્કો મારી પછાડી દીધો હતો. દેકારો મચતા પરિણીતાના સસરા બાબુભાઇ પણ નિદ્રામાંથી જાગી ગયા હતા અન તેમણે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. પતિએ બેરહેમીથી માર મારતા ઘવાયેલા મીનાબેનને કાનમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા હતા, ફડાકાને કારણે કાનનો પડદો ફાટી ગયાનું ખુલ્યું હતું. ફરિયાદ નોંધવામાં બી.ડિવિઝન અને મહિલા પોલીસે હદના મામલે બે દિવસ વિતાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...