તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિત ફરિયાદ:મહંતના આપઘાત પ્રકરણમાં ફરાર વિક્રમે તેના પિતાની સંપત્તિ પચાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી વિક્રમ સોહલા. - Divya Bhaskar
આરોપી વિક્રમ સોહલા.
  • વિક્રમ સોહલાના પિતાએ મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદ
  • વિક્રમ ઉત્તરાખંડમાં છુપાયો હોવાની શંકા, કડક પગલાં લેવા તેના જ પિતાની માગ

કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે કરેલા આપઘાત પ્રકરણમાં ફરાર વિક્રમ સોહલાએ તેના પિતા દેવાભાઇ સોહલાને પણ મારકૂટ કરી કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડ્યાનો તેના જ પિતાએ આક્ષેપ કરી મહંતના આપઘાત પ્રકરણમાં વિક્રમ સામે કડક પગલાં લેવા માગ કરી હતી.

રૈયારોડ પરની જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા દેવાભાઇ કુકાભાઇ સોહલાએ મુખ્યમંત્રી તેમજ પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં કહ્યું હતું કે, તેમનો પુત્ર વિક્રમ પહેલેથી જ ક્રિમિનલ માઇન્ડનો અને દારૂની કૂટેવ ધરાવે છે’. દેવાભાઇએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રજપૂતપરામાં આવેલી તેમની હરિ પ્રિન્ટરી, વિજય પ્લોટની સુપર પ્રેસ, મઘરવાડા, બેડી, હિરાસરની ખેતીની જમીન અને બામણબોરની સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ તેમના કબજામાં છે પરંતુ 2012માં તેમને પેરેલિસિસનો એટેક આવતાં પથારીવશ થયા હતા તે સ્થિતિનો લાભ લઇ તેના પુત્ર વિક્રમે મારકૂટ કરી રોકડ, દાગીના અને અન્ય મિલકતો પચાવી પાડી હતી. સનરાઇઝ કારખાનાનો બધો સામાન અને ખેતીના સાધનો વેચી પૈસા હજમ કરી ગયો હતો અને બેંકના ચેકમાં ખોટી સહી કરી લાખો રૂપિયા ઉપાડી લઇ દારૂ અને ઐયાશીમાં તે પૈસા ઉડાવતો હતો. વિક્રમ વિરૂધ્ધ અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે તેના પર ધ્યાન આપ્યું નહોતું.વિક્રમની આ કેસમાં વરવી ભુમિકા હોવાની શંકા તેમણે વ્યક્ત કરી વિક્રમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. મહંતના આપઘાત પ્રકરણની ફરિયાદ નોંધાયા બાદ વિક્રમ સોહલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, વિક્રમ ઉત્તરાખંડમાં છુપાયો હોવાની પણ શંકાઓ સેવાઇ રહી છે.

આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની તજવીજ
મહંત જયરામદાસે બ્લેકમેઇલિંગથી કંટાળીને આપઘાત કર્યાની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ હિતેષ, અલ્પેશ, વિક્રમ સોહલા, એડ્વોકેટ રક્ષિત કલોલા, ડો.નિલેશ નિમાવત સહિતના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ડો.નિમાવત અને એડ્વોકેટ કલોલાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે ત્યારે પોલીસે આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...