• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The 19 Days After The Announcement Of Elections, Oil Fell By Rs.100, Still Rs. 50 May Fall, Prices Will Increase In December

ઈલેક્શન ઈફેક્ટ:ચૂંટણી જાહેર થયાના 19 દી’’માં તેલમાં રૂ.100 ઘટ્યા, હજુ રૂ. 50 ઘટી શકે, ડિસેમ્બરમાં ભાવ વધશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રચાર-પ્રસારમાં ગરમાવો, ભાવમાં વધઘટને કારણે બજારમાં સુસ્ત વલણ

સામાન્ય રીતે દિવાળી પછી તેલ બજારમાં ખરીદી અને તેજી હોય છે. નવેમ્બરમાં 20 ટકા જેટલી ખરીદી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ચિત્ર ઊલટુ જોવા મળે છે. હાલ ચૂંટણીને કારણે તેલ બજારની ખરીદીનું ચિત્ર બદલાયું છે. ચૂંટણી જાહેર થઈ ત્યારે સિંગતેલનો ડબ્બો રૂ. 2750 હતો. જ્યારે સોમાવારે ડબ્બે વધુ રૂ. 30નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂ. 2650 નો થયો હતો.

આમ 19 દિવસમાં ડબ્બે રૂ. 100 ઘટ્યા છે. હાલ તેલ બજારમાં ખરીદી ઓછી છે. મતગણતરી બાદ ખરીદી નીકળે તેવો અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચૂંટણી નજીક હોવાને કારણે તેના પ્રચાર-પ્રસારમાં તેજી જોવા મળી રહી છે.

એક સપ્તાહમાં હજુ રૂ. 50 સુધીનો ઘટાડો આવે તેવી શક્યતા છે. જ્યારે ડિસેમ્બરમાં ભાવ ઊંચકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ભાવમાં થતી વધઘટને કારણે વેપારીઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે.

ગત સપ્તાહ સુધી કપાસમાં રૂ.1900ની સપાટી યથાવત્ રહી હતી. પરંતુ હવે ધીમે-ધીમે કપાસની આવક વધી રહી છે.સોમવારે ખૂલતી બજારે કપાસનો ભાવ રૂ.1800એ પહોંચ્યો હતો. કપાસના ભાવ ઘટી રહ્યાં છે.

ચૂંટણી જાહેર થઇ ત્યારનો અને સોમવારના તેલના ભાવ

તેલનું નામચૂંટણી જાહેરાતનાહાલનો ભાવ
દિવસે તેલનો ભાવ
સિંગતેલ27502650
કપાસિયા24052305
પામોલીન16751560
સરસવ22002270
સનફ્લાવર24502440
કોર્ન ઓઈલ21802180
વનસ્પતિ ઘી16801690
દિવેલ24802490
કોપરેલ તેલ23002390

(ચૂંટણીની જાહેરાત 3 નવેમ્બરના રોજ થઇ હતી)

ચણા બજાર | ગત વખત કરતા ચણાનું વાવેતર વધારે થયું છે, પરંતુ હજુ ખરીદી જોવા મળતી નથી. સોમવારે દૈનિક આવક 1890 ક્વિન્ટલ થઈ હતી. જેનો ભાવ રૂ. 745થી લઈને રૂ. 2575 સુધી બોલાયો હતો. નવેમ્બરમાં લગ્ન સિઝન શરૂ થઈ જતા બેસનની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, પરંતુ સોદા પ્રમાણમાં ઓછા છે.

અન્ય સમાચારો પણ છે...