• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Tapkeshwar Mahadev, Established By The Pandavas In Dhoraji, Even Today Stones Are Spontaneously Thrown For Mahadev's Ablution, The Secret Of The Dripping Water Remains Intact.

ભક્તિની શક્તિ:પાંડવોએ ધોરાજીમાં સ્થાપેલા ટપકેશ્વર મહાદેવમાં આજે પણ પથ્થરો કરે છે મહાદેવનો જળાભિષેક, ટપકતા પાણીનું રહસ્ય અકબંધ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારથી ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડે છે - Divya Bhaskar
સવારથી ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડે છે

પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શિવજીને પ્રિય માસ હોઈ છે ત્યારે શ્રાવણ માસ નિમિતે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોઈ છે. આવી જ રીતે રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે ઓસમ પર્વત પર આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર મહાભારત કાળનું પૌરાણીક મંદિર છે જેમાં આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરત પણે જળ ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. કુદરતી પ્રકૃતિ ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે.

ભાવી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
ભાવી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા જ પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહીનાની શરૂઆત થઈ છે ત્યારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલ ઓસમ પર્વત પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. કોરોના કાળ દરમિયાન અહિયાં પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા હતા ત્યારે પ્રતિબંધો હટતા અહિ આવતા ભાવી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે
શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે

અનેક ઇતિહાસ જોડાયેલ છે
પાટણવાવ ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક મંદિર છે ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસ જોડાયેલ છે જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે. હાલ અહિ આવતા ભાવી ભક્તો દ્વારા ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં પાટણવાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવી ભક્તો તેમજ આ વિસ્તારના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.