ચુકાદો:સુરતમાં વીમા કંપનીને વીમેદારના ક્લેઇમમાંથી રૂા. 1.14 લાખ કાપી લેવાનું ભારે પડ્યું,કોર્ટે કંપનીને રૂા.1.13 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વીમા કંપનીએ રીઝનેબીલી એન્ડ કસ્ટમરી ચાર્જીસનું કારણ રજૂ કરીને રૂા. 1.14 લાખ કાપી લીધા હતા

સુરતમાં રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જ હોવાનું કહીને વીમા કંપનીએ એક વીમેદારના ક્લેઇમમાંથી રૂા. 1.14 લાખ કાપી લેવાનું ભારે પડ્યું હતું. વીમા કંપની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાતા વીમા કંપની રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જની સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ નીવડી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ રૂા.1.13 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા માટેનો આદેશ કર્યો હતો.

કંપનીએ રૂા. 1.14 લાખ કાપી લીધા હતા
વરાછામાં રહેતા પરેશભાઇ દામજીભાઇ સીતાપરાએ ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફ્લોટર મેડીક્લેઇમ પોલીસી લીધી હતી. આ દરમિયાન તેમના પુત્રની તબિયત ખરાબ થતા તેઓએ મુંબઇની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં રૂા. 2.17 લાખનો ખર્ચ થયો હતો. આ માટે વીમા કંપની પાસેથી ક્લેઇમ માંગવામાં આવતા વીમા કંપનીએ રીઝનેબીલી એન્ડ કસ્ટમરી ચાર્જીસનું કારણ રજૂ કરીને રૂા. 1.14 લાખ કાપી લીધા હતા, અને બીજો વીમો મંજૂર કર્યો હતો. રૂા. 1.14 લાખની કપાત રકમની સામે પરેશભાઇએ વકીલ નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કંપની કોઇ માપદંડ રજૂ કરી શકી નથી
કોર્ટે પોતાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે, વીમા કંપની રીઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જ કોને કહેવાય તેમજ અન્ય હોસ્પિટલની સરખામણીમાં રીઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જ કેટલા પ્રમાણમાં હોવો જોઇએ તેવો કોઇ માપદંડ રજૂ કરી શકી નથી. વીમા કંપનીએ ક્લેઇમમાંથી જે રકમ કાપી લીધી છે તેમાં સેવામાં ખામી હોવાનું ગ્રાહક કોર્ટનું માનવું છે તેમ જણાવીને રૂા. 1.13 લાખનું વળતર રૂા.7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...